Abtak Media Google News

ડો.દુષ્યંત માંડલીક નિદાન માટે હાજર રહેશે: દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક

શહેરનાં જ‚રીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલનાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરીણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.

જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં.૨૭૦૪૫૪૫) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૧૧ વાગ્યાનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબ ડો.દુષ્યંતભાઈ માંડલિક સેવાઓ આપશે. સાથો સાથ અચાનક દેખા દેતા આ રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહનો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઈ જાય છે.

વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શ‚ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચિત બની શકશે. દર બુધવારે વિનામુલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટનાં વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.