Abtak Media Google News

કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સોમવારે સીધા સ્થળ પર પહોચવું

સરગમ કલબ તેમજ કમાણી ફાઉન્ડેશનના ઉપક્રમે આ મહિને તા.૧,૨ અને ૩જીના રોજ જયપૂર કેમ્પ યોજાશે. કેમ્પનોલાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર અને ડોકટરનું વિકલાંગ અંગેના સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પ તા.૧,૨ અને ૩ ઓકટોબરના રોજ યોજાશે.

આ કેમ્પનોલાભ લેવા ઈચ્છતા લોકોને તા.૧ સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે સરગમ ભવન, જામટાવર રોડ નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે. અને તેઓનેરિપેરીંગ કરાવવાનું હોયતેઓએ પણ તા.૧ના રોજ સવારે ૮.૩૦ કલાકે ઉપસ્થિત રહેવું આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે પણ દર્દીઓએ ખાસ તા.૧ના રોજ સવારે ૮.૩૦ કલાકે રૂબરૂ આવી જવું અને નામ નોંધાવી દેવા જણાવાયું છે.કેમ્પને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા ચમનભાઈ કમાણીના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રનાં ચેરમેન અરવિંદભાઈ પટેલ અને વજુભાઈ જોશી, પંકજભાઈ કમાણી, પ્રફુલ્લભાઈ સંઘવી તેમજ સરગમ લેડીઝ જેન્ટસના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.