Abtak Media Google News

ભાતીગળ વેશભૂષામાં સજજ ખેલૈયાઓ જાણીતા ગાયકોના સુરે મનમૂકીને ઝુમ્યા; અભય ભારદ્વાજ, એડવોકેટ મહર્ષી પંડયા, જયદેવ શુકલ, કમલેશ મિરાણી, મુકેશ દોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન કરી આધુનિક ખ્યાતી પ્રાપ્ત કરનાર વીવીપી ઈજનેરી કોલેજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભારતીય સંસ્કૃતિ આધારિત પ્રાચીન સાથે અર્વાચીન દાંડીયા રાસ રાસોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આરતીથી શરૂઆત કરવામાં આવી હતી અને કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતનાં ભાતીગળ વેશભૂષામાં સજજ વી.વી.પી. ખેલૈયાઓ અધતન ૩૧૦૦૦ વોટની આઉટપુટ વાળી આર.સી.એફ. સાઉન્ડ સીસ્ટમના શીવ રંજની મ્યુઝીકલ ગ્રુપના શ્રેષ્ઠ ગાયકો મૌલીકભાઈ ગજજર અને દિપ્તીબેન ગજજરના સથવારે મન મૂકીને ઝૂમ્યા હતા. દિલોળે ચડયા હતા.

રાસોત્સવ ૨૦૧૯ના આરતીમાં રાજકોટના જાણીતા એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, મહર્ષીભાઈ પંડયા, જયદેવભાઈ શુકલ, કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ દોશી, મહેશભાઈ જીવાણી, કિશોરભાઈ મુંગલપરા, ડો. નરેન્દ્રભાઈ દવે, પંકજભાઈ રાવલ, દિનેશભાઈ પાઠક, ડો. વિજયભાઈ દેસાણી, મેહુલભાઈ રૂપાણી, અપુર્વભાઈ મણીઆર, ડો.કમલેશભાઈ જોષીપુરા, ભાવનાબેન જોષીપુરા, ડો. શ્યામભાઈ ગોહિલ, ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ત્રિવેદી, અજયભાઈ જોશી, ડો. ભૌમિકભાઈ ભાયાણી, ડો. ટોલીયા, લલીતભાઈ મહેતા, કૌશિકભાઈ શુકલ, કિશોરભાઈ ત્રિવેદી, ડો. જયેશભાઈ દેશકર, દેવાંગભાઈ પારેખ વગેરેએ ઉપસ્થિત રહી વી.વી.પી.ના આયોજનને એક અવાજે વખાણ્યું હતુ.

9 1

વી.વી.પી. સ્થાપનાકાળથી સતત ૨૩ વર્ષ પ્રાચીન સાથે અર્વાચીન દાંડીયા રાસ ગરબા તથા સાથે ભોજનની પરંપરા વિશે આનંદ સાથે વી.વી.પી.ની સરાહના કરી હતી. ભારત તહેવારોનો દેશ છે. નવરાત્રી એટલે ર્માં શકિતની આરાધનાનો તહેવાર વી.વી.પી. આ તહેવારને જ્ઞાતિ જાતી, ધર્મ વર્ણના ભેદભાવ વગર ઉજવી દરવર્ષે સાંપ્રદાયિક એકતાના દર્શન કરાવે છે. અને અસત્ય ઉપર સત્યના જિયની વધામણી કરે છે.

અર્વાચીન દાંડીયા રાસની જેમ જ પાંચ વિજયી ખેલૈયા વિદ્યાર્થીઓ અને પાંચ વિજયી વિદ્યાર્થીનીઓ, શ્રેષ્ઠ વેલ ડ્રેસ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ વેલ ડ્રેસ વિદ્યાર્થીનીને ઈનામો આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે પીયુષભાઈ પટેલ, દિનેશભાઈ કોઠારી, કેતનભાઈ બોઘાણી, કાશ્મીરાબેન નથવાણી, લીનાબેન શુકલએ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.