બ્રાન્ડના નામે અડધી કિંમતે ગ્રાહકોને નકલી માલ ધાબડતા રેકેટનો પર્દાફાશ

અમુલ-ગોપાલ ઘી, શેમ્પુ, સાબુ ડીટરજન્ટ પાવડર સહિતની પ્રોડકટ અમદાવાદથી ધાબડી દેવામાં આવતી: આઠ સામે નોંધાતો ગુનો

શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પ, ડીટરજન્ટ પાવડર અને તમાકુનો ધીકતો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજા અને તેની ટુકડીએ જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી અમુલ-ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘી તેમજ ડવ શેમ્પ, મીરાજ- બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ પાવડર અને સાબુનો દોઢ લાખની કિંમતનો મુદામાલ ઝડપી લઇ ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો ધીકતો ધંધો કરતા રાજકોટના ૮ શખ્સો સામે ગુન્હો નોંધી ધરપકડની કાર્યવાહી આદરી છે.

મળતી માહીતી મુજબ રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે ચુડાસમા પ્લોટ, શેરી નં. ૪માં શ્રીરામ કૃપા મકાનમાં રહેતા અમુલ કંપનીના એરીયા મેનેજર ધવલ શૈલેષકુમાર પરીખ (ઉ.વ.૩૭)એ યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં જઇ અમુલ સહિતની બ્રાન્ડોનો ડુપ્લીકેટ ધંધો ચાલતો હોવાની આશંકા વ્યકત કરી હતી. આ માહીતીના આધારે પીએસઆઇ એ.બી.જાડેજા અને ટુકડીએ યુનિવર્સિટી રોડ પરના પંચાયત ચોકમાં આવેલા રાજવી મીલ્ક, પેરેડાઇઝ હોલ સામે પદ્માવતી અમુલ પાર્લર તેમજ રૈયા ગામ સ્મશાન સામે શંકર મંદિર પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડી ગોપાલ અને અમુલ બ્રાન્ડના લેબલ તથા ટ્રેડમાર્ક વાળા ડુપ્લીકેટ ઘીના ૫૦૦ એમએલ પાઉચ નંગ-૧૧૩ (કિં. રૂ. ૨૨૬૦૦) અને ડવ શેમ્પ, મિરાજ અને બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ ડીટરજન્ટ અને સાબુ મળી ૭૨,૬૦૦નો સરસામાન ઝડપી લીધો હતો અને ૬૦,૦૦૦ની કિંમતના આ શખ્સોના મોબાઇલ ક્ધજ લેવામાં આવ્યા હતા. કુલ ૧,૫૫,૨૦૦ નો મુદામાલ ૭ શખ્સોના કજામાંથી મળી આવ્યો હતો.  પ્રાથમીક રીતે એવું બહાર આવ્યું છે કે, પ્રકાશ કાનાબર  મારફત આ તમામ ડુપ્લીકેટ માલ અર્ચન હસમુખભાઇ કપુરીયા , જયદેવ વજાભાઇ હૈયા , નિલેશ , દેવ ઉમેશભાઇ ગણાત્રા ,ઉમેશ ચંદ્રકાંત ગણાત્રા , નીલેશ ચંદ્રકાંત ગણાત્રા અને દિપક ચંદ્રકાંત ગણાત્રા નામના વેપારીઓ અને પાર્લર ધારકો મારફત આ ડુપ્લીકેટ સરસામાન વેચતા હતા. અડધા ભાવે તમામ માલ પ્રકાશ કાનાબાર અમદાવાદથી મંગાવી પાર્લર ધારકો અને વેપારીઓને પુરો પાડતો હતો. ઉલ્લેખનીય છે કે પ્રકાશ કાનાબાર સિવાયના તમામ ૭ને ત્રણ લોહાણા ભાઇઓ અને તેમના દિકરા સહિતનો પરીવાર આ ધંધામાં સંકડાયેલો હતો. બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓનું આબેહુબ ડુપ્લીકેશન અને પેકીંગ અમદાવાદ થી જ આવતું હતું. પ્રકાશ કાનાબારની શોધખોળ આદરવામાં આવી છે. ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ૮ આરોપીઓ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૨૭૨,૪૮૨, ૪૮૩, ૪૮૬, ૧૨૦-બી,  તથા ખોરાક ભેળસેળ અધિનિયમની કલમ  મુજબ અમુલ, ગોપાલ, ડવ, મિરાજ તમાકુ, સર્ફ ડીટર્જન્ટ, બાગબાન તમાકુની બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લીકેશન બજારમાં વેચી ગ્રાહકોને ઓરીજીનલ તરીકે ધાબડી દેવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Loading...