વડાપ્રધાન મોદીના નામે બોગસ ટ્રસ્ટ ઉભું કરી અનેક સાથે છેતરપિંડી..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે તેમના જ મત વિસ્તાર વારાણસીમાં એક મોટી છેતરપિંડી સામે આવી છે. ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દુર્ગાકુંડનો રહેવાસી અજય પાંડેએ બનાવટી દસ્તાવેજોના આધારે વડાપ્રધાનના નામે બનાવટી ટ્રસ્ટ ઉભું કર્યું હતું અને ત્યારબાદ તેને ઘણા લોકો નામે દગો આપ્યો હતો.

દસ્તાવેજોની તપાસ દરમિયાન અધિકારીઓની નજર આ બાબત ઉપર પડી અને કૌભાંડ છતું થઈ ગયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવમાં આવી છે.

વધુ વિગતો મુજબ આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી જનકલ્યાણ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક લોકો સાથે છેતરપીંડી આચરાઈ હોવાની શંકાએ તાપસ ચાલુ છે.

Loading...