Abtak Media Google News

જમીનમાં રોકાણ કરાવ્યા બાદ પ્રશનર્લ આસિસ્ટન્ટે બારોબાર વેચી કર્યો વિશ્વાસઘાત

સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર અને તેમની બહેને જમીનમાં રોકાણ કરાવવાના બહાને રૂા.૨૬ લાખની છેતરપિંડી કર્યાની પ્રશનલ આસિસ્ટન્ટ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા શિલાબેન મહેન્દ્રભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર શ્યામનગર સોસાયટીમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરજ બજાવતા ભગવાન ઠાકરશીભાઇ મુળીયા સામે રૂા.૨૬ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાંફરિયાદ નોંધાવી છે.  શિલાબેનના પતિ મહેન્દ્રભાઇ સોલંકી ૧૯૮૯થી ૧૯૯૨ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ભગવાન મુળીયા તેમના પી.એ. તરીકે ફરજ બજાવતો હોવાથી બંને એક બીજાના પરિચીત હતા. ભગવાન મુળીયાએ જમીનમાં રોકાણ કરવા અને સારૂ વળતર અપાવવાની લોભામણી લાલચ દઇ રૂા.૧૨ લાખ અને મહેન્દ્રભાઇ સોલંકીની ગાંધીનગર તે તબીબ બહેન ઉતમાબેન સોલંકીના રૂા.૭ લાખ અને જમાઇ પુનિતકુમારના રૂા.૭.૪૧ લાખનું રોકાણ કરાવ્યું હતું.  જમીન વેચાણ અંગેની વાત ચીત થતા ભગવાન મુળીયાએ જમીનમાં હાલ મંદી ચાલતી હોવાના બહાના બતાવી રહ્યો હતો દરમિયાન મહેન્દ્રભાઇ સોલંકીએ જમીન અંગે તપાસ કરતા ભગવાન મુળીયાએ જમીન બારોબાર વેચી નાખી હોવાનું સામે આવતા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.