પર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા

૨૧ વર્ષનો યુવાન છે ‘માસ્ટર માઈન્ડ’

કોઈ ચીજવસ્તુ બચાવવા કે અન્ય કામકાજ માટે એક યા બીજી રીતે લોન લેતા હોય છે. અત્યારે ટેકનોલોજીનો યુગ છે. ત્યારે લોકોની સાથે ઠગાઈ પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીને કરાય છે. મધ્યપ્રદેશની ભોપાલ પોલીસે એક ઠગ ઠોળકીનો પર્દાફાશ કર્યો છે. પર્સનલ લોનના નામે ઠગી હજારો લોકોને શીશામાં ઉતારી કરોડો ‚પિયા તફડાવી લીધા છે. આ ટોળકી લોકોને પોતાની જાળમાં ફસાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી.

આ ટોળકીનો માસ્ટર માઈન્ડ માત્ર ૨૧ વર્ષનો જ છે તેને ઉત્તરપ્રદેશના નોઈડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. ઠગ ટોળકીએ પર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકોને છેતર્યા છે અને આ ઠગાઈનો આંકડો ૧૦ કરોડથી પણ વધુ છે. વિગતો જોઈએ તો જાન્યુઆરી ૨૦૧૯માં પદમેશસિંહ નામના શખ્સે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી જણાવ્યું કે, મેં. www.swiftfinance.in થી પર્સનલ લોન લેવાની કાર્યવાહી કરી હતી. પણ તેમાં પોતાની સાથે ઠગાઈ થઈ હતી.

સાયબર સેલે આ પ્રકરણમાં ઉંડા ઉતરી તપાસ કરી તો એક મોટી ઠગ ટોળકીનો પર્દાફાશ થયો. આ ટોળકી વેબસાઈટના માધ્યમથી પર્સનલ લોન આપવાના બહાને ઠગાઈ કરતી હતી. આ ગૌભાંડની તપાસ એડીજી ઉપેન્દ્ર જૈને ભોપાલ સાયબર ક્રાઈમના સબ ઈન્સ્પેકટર સુનિલ રઘુવંશીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. પોલીસમાંથી જાણવા મળ્યા મુજબ આ ઠગ ટોળકીનો સુત્રધાર ડેવીડકુમાર જાટવા પોતાની મંગેતર નેહા ભટ્ટ સાથે મળી અત્યાર સુધીમાં ૧૦ હજાર લોકો સાથે ૧૦ કરોડથી વધુની ઠગાઈ કરી ચૂકયા છે.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે કે, ઠગાઈ કરતી ૧૨ વેબસાઈટની જાણકારી મળી છે અને આ ઠગાઈ ટોળકીનો ભોગ બનેલા ૧ હજાર લોકોને સંપર્ક કરી લીધો છે.

પોલીસ નોઈડામાં દરોડો પાડીને આરોપીઓના કબ્જામાંથી ૬ લેપટોપ, ૨૧ પેનડ્રાઈવ, ૮ એકટીવ કરેલા સીમ, ૧૯ ડેબીટ કાર્ડ, ૨૫ મોબાઈલ ફોન તથા વેબસાઈટ સંબંધી દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ ટોળકીનો સૂત્રધાર ગાજીયાબાદનો રહેવાની ડેવીડકુમાર  જોટવા (૨૧) છે અને બી.કોમ. સુધી ભણેલો છે. ડેવીડ આરડી-૧ વેબ સોલ્યુશન નામની આઈટી કંપની ચલાવતો હતો.

ડેવીડ લોન દેવા માટે નકલી વેબસાઈટ બનાવતો હતો. ઉત્તરાખંડની રહેવાસી નેહા ભટ્ટ તેની મંગેતર છે અને ૨૦૧૮થી તેની સાથે કામ કરી રહી છે અને તે ડેવીડની નકલી કંપનીઓનું સંચાલન કરતી હતી તો મનિષા ભટ્ટ (૨૭) નેહાની બહેન છે. મનિષા ગ્રાહકોને ફસાવવાના કોલ સેન્ટરના મેનેજમેન્ટનું ધ્યાન રાખતી હતા.

મુખ્ય આરોપી ડેવીડ નકલી વેબસાઈટ બનાવી ગૂગલના માધ્યમથી જાહેરાત કરતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ લોન લેવા માટે પોતાની વિગતો અપલોડ કરતા ત્યારે કંપનીના કોલ સેન્ટર પરથી કોલ કરીને યુવતીઓ અલગ અલગ ચાર્જીસના નામે ૩૦ થક્ષ ૪૦ હજાર નકલી બેંક ખાતામાં ટ્રાન્સફર  કરાવી લેતી હતી.

દોઢ લાખમાં કોલ સેન્ટર ભાડે રાખ્યું’તું

આ ટોળકીએ નોઈડામાં કોલ સેન્ટર દોઢ લાખ ‚પિયામાં ભાડે રાખ્યું હતું. ૧૦ થી ૧૫ હજાર માસિક પગારથી યુવતીઓનો નોકરીએ રાખ્યા હતા.

દોઢ માસમાં વેબસાઈટ બંધ કરી દેતા

આ કૌભાંડ આચરનાર આરોપીઓ અંદાજે ૧૦૦૦ થી ૧૨૦૦ લોકોને શીશામાં ઉતાર્યા બાદ દોઢ થી બે માસમાં જ વેબસાઈય બંધ કરી દેતા હતા.

૧૦ હજાર લોકો સાથે ૧૦ કરોડની ઠગાઈ

અહીં કામ કરતી યુવતીઓ ગ્રાહકોનો રેકોર્ડ સોફટ કોપીમાં એકસેલમાં નોંધી લેતી હતી. આ કૌભાંડની તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે, આરોપીઓ ૧૦ હજાર લોકો સાથે ૧૦ કરોડથી વધુ રકમની ઠગાઈ કરી ચૂકી છે.

Loading...