Abtak Media Google News

એપલ ઇન્ક 2019 ના પ્રારંભથી તેની સ્થાનિક એકમ ફોક્સકોન દ્વારા ભારતના ટોપ-એન્ડ આઇફોનની એસેમ્બલી શરૂ કરશે. વધુ માહિતી માટે  વિશ્વસનીય સ્રોતએ જણાવ્યું હતું કે તાઇવાનની કોન્ટ્રેકટ મેન્યુફેકચરિંગ કંપની ફોક્સકોન દેશમાં પ્રથમ વખત આઇફોન બનાવશે.

માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ફોક્સકોન ફ્લેગશીપ આઇફોન એક્સ પરિવારના સૌથી મોંઘા મોડલને એસેમ્બલ કરશે, જે એપલના બિઝનેસને ભારતમાં નવા સ્તરે પહોંચાડશે. જાણકારી અનુસાર આઇફોનની એસેમ્બલી તમિલનાડુના ફોક્સકોનમાં શ્રીપેરુમ્બ્દુર સ્થિત ફેક્ટરીમાં કરવામાં આવશે.

ફોક્સકોન પહેલેથી જ શાઓમી કોર્પ માટે  ફોન બનાવી રહી છે. તમિલનાડુના ઉદ્યોગમંત્રી એમ.સી. સંપથએ જણાવ્યું હતું કે ફોક્સકોન આઈફોન તેના પ્લાન્ટની ક્ષમતાને વિસ્તૃત કરવા માટે રૂ. 2500 કરોડનું રોકાણ કરશે. આ નવા રોકાણથી 25,000 નવી રોજગારીની તક મેળવી શકાશે.

ફોક્સકોનએ ભારતમાં આઇફોનની બનાવવાની યોજના બનાવી છે. અત્યાર સુધી, એપલ બેંગલુરુમાં વિસ્ટ્રો કોર્પની સ્થાનિક એકમ સાથે મળીને સસ્તા એસઇ અને 6 એસ મોડલ્સને બનાવી રહી હતી. ટેક્નોલૉજી રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટ અનુસાર, એપલનું ધ્યાન વેચાણ માટે સસ્તા ફોન પર છે. ભારતમાં, આઇફોનમાં કુલ વેચાણના અડધા કરતાં વધુ આઇફોન 8 થી જૂના મોડલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.