Abtak Media Google News

જિલ્લા શિક્ષણાધિકારી બળવંતભાઈ ચૌંહાણ, જિ.પં. પ્રમુખ કલ્પનાબેન ધોરિયા, ચોટીલા ડુંગરના મહંત સહિત મહાનુભાવો દ્વારા ફલેગ ઓફ; પ્રથમ ૧૦ વિજેતાઓનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે

કમિશ્નર યુક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી સુરેન્દ્રનગર દ્વારા આજે પ્રથમ રાજય કક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૧૯-૨૦ ચોટીલા ડુંગરની તળેટી ખાતે યોજાઈ છે.

Img 20200123 Wa0061

જેમાં ૧૩૦ થી વધુ સ્પર્ધક ભાઈઓ બહેનોએ તળેટીમાંથી ડુંગર  પર દોડ લગાવી હતી. આજે સવારે ૭.૩૦ કલાકે મહાનુભાવો દ્વારા ફલેગઓફ આપી સ્પર્ધાને પ્રસ્થાન કરાવાયું હતુ આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે ૧૧ કલાકે સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી મોમેન્ટો, પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કારો આપી સન્માનીત કરવામાં આવશે.

Img 20200123 Wa0062

આજે સવારે શરૂ થયેલી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાને જિલ્લા શિક્ષણાધિકારી બળવંતભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ચોટીલા ડુંગરના મહંત સહિત શહેરનાં મહાનુભાવોએ ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતુ આ સ્પર્ધામાં ૮૧ છોકરાઓ તેમજ ૫૦ છોકરીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ૧૦ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાશે. આ ઉપરાંત આગામી ૨૬મીએ ધ્રાંગધ્રા ખાતે યોજાનાર શિક્ષણમંત્રીના કાર્યક્રમમાં પ્રથમ બે નંબરને સન્માનીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.