Abtak Media Google News

૨૦૫ બોટલ દારૂ, કાર અને ૩ મોબાઈલ સહિત રૂ.૧.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જ

ગત મોડીરાત્રીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની ચોકડી પાસેથી હળવદ પોલીસએ દારૂ ભરેલી કાર સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે પોલીસ દ્વારા ૨૦૫ બોટલ દારૂ,એક કાર, ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાં પાછલા થોડા દિવસોથી પોલીસ દ્વારા બુટલેગરો અને જુગારીઓ પર તવાહિ ઉતારવામાં આવી રહી છે જેથી રોજબરોજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બુટલેગરોઅને જુગારી ને ઝડપી લેવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસ દ્વારા તાલુકાના જુના દેવળીયા ગામની ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, સંજયભાઈ લકુમ સહિતના પોલીસ જવાનોને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની ચોકડી પાસેથી દારૂ ભરેલી ફોર્ડ ફિગો કાર નંબર જી.જે ૦૩, ઈસી,૩૪૫૧  શંકાસ્પદ જણાતા તેમા તપાસ કરાતા ૨૦૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા તેમાં સવાર ચાર શખ્સોને  ઝડપી લેવાયા છે.

પોલીસ દ્વારા આ દારૂ પ્રકરણમાં જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા રહે અક્ષરનગર શેરી-૨ રાધાકૃષ્ણ મંદિર પાસે ગાંધીગ્રામ રાજકોટ, રણજીતભાઈ અજાભાઈ ભાટીયા રહે ઘુંટું,દિનેશભાઈ માધાભાઈ કુંભાર રહે રામપરા અને અશોકભાઈ મળી કુલ ચાર શખ્સોને ઝડપી લઇ હળવદ પોલીસ મકે લઇ આવી તેઓ પાસેથી ૨૦૫ બોટલ કિંમત રૂપિયા ૬૧૫૦૦,૩ મોબાઈલ કિંમત ૫૦૦૦, એક કાર કિંમત એક લાખ મળી કુલ રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.