ગાંજાના વેચાણના નેટવર્કમાં ત્રણ કોલેજીયન સહિત ચાર ઝડપાયા

પોશ વિસ્તારના ગાંજો સપ્લાય કરતા હોવાની કબુલાત: ગાંધીગ્રામના વણિક શખ્સ ગાંજો કોલેજ સુધી પહોચતું કરતો હોવાનો પર્દાફાશ

કુવાડવા રોડ પરથી બે દિવસ પહેલાં ગાંજાના જથ્થા સાથે ગાયક કલાકારને એસઓજી સ્ટાફે ઝડપી લીધા બાદ શહેરની જુદી જુદી કોલેજમાં અ્ભ્યાસ કરાતા ત્રણ વિદ્યાર્થીને ગાંજા સાથે ઝડપી કરાયેલી પૂછપરછમાં તે ગાંધીગ્રામના વણિક શખ્સ પાસેથી ખરીદ કર્યાની કબુલાતના આધારે તેની પણ ગાંજા સાથે ધરપકડ કરી ગાંજો તે કયાંથી લાવ્યો તે અંગેની પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાત વિગત મુજબ ઘંટેશ્ર્વર પાસે નાગેશ્ર્વરમાં રહેતા અને એફવાય બીકોમમાં અભ્યાસ કરતા કેયુર રજનીકાંત વાઘેલા, મનહરપ્લોટમાં રહેતા અને બીએસસીમાં અભ્યાસ કરતા જતીન કિશોર કોળી અને એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા કિશન અશોક વાઘેલા નામના શખ્સોને પર્ણકૂટી વિસ્તારમાંથી ગાંજા સાથે એસઓજી સ્ટાફે ઝડપી લીધા હતા.ત્રણેયની પી.આઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ, મોહિતસિંહ જાડેજા, ગીરીરાજસિંહ અને અજયભાઇ શુકલ સહિતના સ્ટાફે પૂછપરછ કરતા તે ગાંધીગ્રામ વિસ્તારના ગાંધીનગરમાં રહેતા વિરેન્દ્ર ઉર્ફે મહાદેવ ચંદુ દેસાઇ પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી બાઇક, મોબાઇલ અને ગાંજો મળી રૂા.૮૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

Loading...