Abtak Media Google News

રાજકોટનો સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ હાસ્યાસ્પદ મોરબી જિલ્લામાં અનેક નિર્દોષ વાહનચાલકો દંડાયા

રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાની દિશામાં હળ રાજકોટ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ કાર્યરત છે અને ટ્રાફિકનિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ ચલણ ઘરે પહોંચાડાય છે જોકે ઈ-ચલણ પ્રોજેક્ટમાં છબરડા જોવા મળ્યા છે અને માળિયાના એક વાહનચાલકને ચાર વખત ખોટો મેમો મોકલાયો છે

માળિયાના રહેવાસીને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વાર પ્રથમ ઈ ચલણ ૨૬-૦૧-૧૯ ના રોજ મળ્યા બાદ ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં સહીત કુલ ચાર ઈ ચલણ તેમને મળ્યા છે જોકે ઈ ચલણ જનરેટ થવામાં છબરડા વાળવામાં આવ્યા છે કારણકે માળીયાના વાહનચાલકના જણાવ્યા અનુસાર ઈ ચલણ સાથે જે ફોટો જોડવામાં આવ્યો છે તે કોઈ મહિલા એકટીવા ચલાવી રહી છે અને જે નંબર તેના સ્કૂટરમાં છે તે જ નંબર અરજદારના સાઈન મોટરસાયકલનો નંબર છે વધુમાં અરજદારે જણાવ્યું છે કે તેને આજદિન સુધી તેનું મોટરસાયકલ સાઈન કોઈ દિવસ રાજકોટ લઈને ગયા નથી છતાં ઈ ચલણ તેના નામે મોકલવામાં આવ્યા છે

જેથી આ મામલે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ કમિશ્નર કચેરી, રાજકોટને લેખિત રજૂઆત કરીને આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે તો રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે અને ઈ ચલણ જનરેટ કરીને કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામા આવી રહી છે જોકે ઈ ચલણમાં ભારે છબરડા પણ પ્રકાશમાં આવી રહ્યા છે જે અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને નિર્દોષ વાહનચાલકો ના દંડાય તેની તકેદારી રાખવી જરૂરી બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.