Abtak Media Google News

વાણીયાવાડી, પંડિત દિન દયાલનગર, કોઠારિયા અને મોમીન સોસાયટીમાં જુગારના દરોડા: રૂ.૧.૨૮ લાખનો મુદામાલ કબ્જે

શહેરના વાણીયાવાડી, પંડિત દિન દયાલનગર, કોઠારિયા અને જામનગર રોડ પર આવેલી મોમીન સોસાયટીમાં જુગાર અંગે પોલીસે દરોડા પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૨૬ શખ્સોને રૂ.૧.૨૮ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

વાણીયાવાડીમાં નિતાબેન દિનેશભાઇ મકવાણાએ મકાન ભાડે રાખી જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી નિતાબેન દિનેશભાઇ મકવાણા, યોગેશ ઉર્ફે લાલો વિનુભાઇ ચૌહાણ, રહીમ ઇબ્રાહીમ દોઢીયા, અજય દિનેશ ગોંધીયા, બાબુ ભલા દુધાત્રા, હેતલ મહેશગીરી ગૌસ્વામી અને મીના દિનેશ ગોંધીયા નામના શખ્સોને રૂ.૪૦,૪૦૦ની રોકડ સાથે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે.

ગોંડલ રોડ પર આવેલા પંડિત દિન દયાલનગર ત્રણ માળીયા કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા અસરફ અજીત પીંજારા, તુલશી રૂડા મોલીયા, જય હરીશ કારીયા, અજય પ્રભુદાસ કુંડલીયા, અંકિતસિંહ પ્રવિણસિંહ જાદવ અને મહિપતસિંહ ભૂપતસિંહ ગોહિલ નામના શખ્સોને રૂ.૭૦૫૦ની રોકડ સાથે આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે.

કોઠારિયા ગામ નજીક પાણીના ટાંકા પાસે ઘેલા મોહન પરસાણા પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઘેલા મોહન પરસાણા, રમેશ રામજી સિધ્ધપરા, જયંતી આંબા પટેલ, વિનોદ લવજી વિરાણી, મનસુખ કેશુ ઠુમ્મર અને હિતેશ રામજી પરસાણા નામના શખ્સોને રૂ.૫૨,૨૫૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

જામનગર રોડ પર જકાત નાકા પાસે મોમીન સોસાયટીમાં રહેતા શૌયેબ બોદુ નારેજા નામના શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીની આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, સંજયભાઇ રૂપાપરા અને જગમાલભાઇ ખટાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા શૌયેબ બોદુ નારેજા, તૌફિક હનિફ મેમણ, રફીક આમદ મેમણ, નરશી ભીખા વાઘેલા, દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા, શબ્બીર સતાર માજોઠી, કાસમ અલીમહંમદ સુમરા અને ઇમરાન મહોબતખાન બ્લોચ નામના શખ્સોને રૂ.૨૮,૮૬૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.