જામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી સોઢા સ્કૂલ પાછળના આહિર પાળામાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રાજેશ પરસોત્તમ કટેશીયા, ધર્મેશ દેસુરભાઈ ચાવડા, અશોક જેઠાભાઈ ગોજીયા, નિમેશ વિનોદભાઈ દરજી અને વિજય પરબતભાઈ પટેલ નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૫,૫૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ધરપકડ કરી છે.

જામનગરના કડીયાવાડમાં ચોરામાં ગઈ રાત્રે ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોણા ત્રણ વાગ્યે ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફે દરોડો પાડતા ચોરામાં ઘોડીના પાસા ફેંકી પૈસાની હારજીત કરતા જગદીશભાઈ પ્રભુભાઈ નાનાણી, કેયુર નીતિનભાઈ સંઘવી, વિજય મનુભાઈ ગોસાઈ તથા કુમાર રતિલાલ પરમાર નામના ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવી ગયા હતાં. રૃા. ૩૭૬૦ રોકડા તથા ઘોડીપાસા કબજે કરી ગુન્હો નોંધાયો છે.

Loading...