Abtak Media Google News

કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ કઢાયુ: મનિષાને ઝડપી લેવા રાજ્યભરની પોલીસને કરાતી જાણ: ભીંસ વધારવા પોલીસ મિલકત ટાંચમાં લેશે

કચ્છ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉ કોર્ટે મનીષા ગોસ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કરી સીટે સીઆઈડી ક્રાઈમ મારફતે રાજયના તમામ પોલીસ સ્ટેશનોમાં આ ચારેય શખ્સોના ફોટા મોકલી ઝડપી લેવા તાકીદ કરી છે. જો ૩૦ દિવસ સુધીમાં આરોપી નહીં પકડાય કે હાજર નહીં થાય તો તમામની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની મુંબઈ જતી સંયાજી રાવ  એકસપ્રેસ ટ્રેનમાં માળીયા પાસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, મનિષા ગોસ્વામી અને શાર્પ શુટર સામે ફરિયાદ નોંધાવી હતી. જયંતી ભાનુશાળી હત્યા કેસની તપાસ રેલવેના સીટના તપાસનીશ ડીવાયએસપી પીયુષ પિરોજીયા દ્વારા કરવામાં આવી રહી છે.

આ ગુનામાં છબીલ પટેલ અને જયંતી ઠકકરની ધરપકડ કરી તપાસ પૂર્ણ થયા બાદ આ કેસના મહત્વના આરોપી મનિષા ગોસ્વામી, શાર્પ શુટર સુરજીત ભાઉ, નીખીલ થોરાત અને રાજુ ધોત્રે હત્યાના ગુનામાં નાસતા ફરતા હોય આથી રેલવે સીટ દ્વારા ભચાઉ કોર્ટમાંથી ઉપરોકત આરોપી સામે ઓપન એરેસ્ટ મેળવી સીઆઈડી મારફતે રાજયના તમામ પોલીસ સ્ટેશનો ચારેય શખ્સોની વિગતો મોકલી દિવસ ૩૦માં આરોપી પકડાય કે હાજર નહીં થાય તો તમામની કલમ ૮૨ અને ૮૩ મુજબ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સ્થાનિક જિલ્લા તંત્રની મદદ લઈ મનિષા ગોસ્વામી સહિત ચારેય શખ્સોની મિલકતોની વિગતો એકત્ર કરી કાયદાકીય સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.