Abtak Media Google News

રોકડ અને બે બાઈક મળી રૂ.૪૦ હજારનો મુદામાલ જપ્ત

માંગરોળ તાલુકાના નાંદરખી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે શીલ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર પત્તા પ્રેમીને ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી રૂ.૪૦ હજારનો મુદામાલ કબ્જે કરી શીલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાંદરખી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા હુસેનખાન હબીબખાન બેલીમ, રિઝવાનખાન અનવરખાન બેલીમ, અબ્દુલખાન અહમદખાન બેલીમ અને રસુલખાન બેલીમને ઝડપી લીધા હતા. જુગારના પટમાં રહેલા રૂ .૧૦૨૦૦ની રોકડ અને બે બાઈક મળી કુલ રૂ.૪૨૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પીએસઆઈ આર.આર. ચૌહાણ સહિતના સ્ટાફે ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.