Abtak Media Google News

ભાજપ શાસીત રાજસન, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ગેરકાયદે કતલખાનાઓ ઉપર તવાઈ

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યના દ્વારા ગેરકાયદે કતલખાના બંધ કરવાના આદેશ અપાયા બાદ ભાજપ શાસીત રાજસન, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પણ ગેરકાયદે કતલખાના બંધ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આંકડા મુજબ જયપુરમાં ૪ હજારી વધુ ગેરકાયદે માંસની દુકાનો કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવી હતી. યોગીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની શપ લીધા બાદ આ કામગીરી અન્ય રાજયોમાં પણ ઈ રહી છે.

ભાજપ શાસીત રાજસન, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકાર ગેરકાયદે કતલખાના ઉપર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આ રાજયોની મ્યુનિસિપલ બોડીને ગેરકાયદે તા માંસના વેંચાણ અને કતલખાના બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે ચૂંટણી પહેલા કતલખાના બંધ કરવા માટે વચન આપ્યું હતું. જેને યોગીએ પાળી બતાવ્યું છે. આજ જ રીતે અન્ય રાજયોમાં પણ ગેરકાયદે કતલખાના બંધ કરવામાં આવશે તેવી શકયતા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.