Abtak Media Google News

અઠવાડિયામાં સંક્રમિતોની સંખ્યા હજારે પહોંચશે

જામનગરમાં કોરોનાનું બિહામણું સ્વરૃપ જોવા મળી રહ્યું છે. આજે પણ નવા ૫૨ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગઈકાલથી આજ સુધી વધુ ૨૯ લોકો સંક્રમિત બન્યા છે જેમની સઘન સારવાર શરૃ કરી દેવામાં આવી છે. જે પૈકી ૧૮ પુરૃષ અને ૧૧ મહિલા દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત આજે બપોર સુધીમાં કોરોનાના વધુ ૨૪ કેસ નોંધાયા છે. ગઈકાલ રાતની સ્થિતિએ જામનગરમાં કુલ પોઝિટિવ કેસ ૯૫૫ હતા જેમાં ૨૪ કેસનો વધારો થતા કુલ ૯૭૯ કેસ થયા છે. અત્યાર સુધીમાં ૪૮૦ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

ગઈકાલ સુધીમાં કોરોનાના ૫૬ દર્દીઓના મૃત્યુ થયા હતા. ગઈકાલે મોડી રાત્રે ૨ દર્દીઓના તથા આજે સવારે બે દર્દીઓના મૃત્યુ થતા કોરોના મૃતાંકમાં ૪નો વધારો થતા અત્યાર સુધીમાં કુલ ૬૦ દર્દીઓના મૃત્યુ થયા છે. નગરમાં જે રીતે સંક્રમિતોની સંખ્યા વધે છે તે જોતા આગામી એક દિવસમાં જ કોરોના કેસોની સંખ્યા ૧ હજારને પાર કરી જશે તેવી આશંકા છે.

લોકો જાગૃત નહીં થાય તો કોરોના સર્જશે ગંભીર સ્થિતિ: કલેક્ટર

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા તંત્રે જાહેર કરેલ અહેવાલ મુજબ જિલ્લામાં દર ચાર દિવસે કોરોનાના નવા ૧૦૦ કેસ નોંધાતા હતા. પરંતુ ગઈકાલે એક જ દિવસમાં જામનગર શહેરમાં કોરોના ૬૨ કેસ નોંધાતા હાહાકાર થયો છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર દ્વારા થોડા દિવસ પૂર્વે એક નિવેદનમાં જણાવાયું હતું કે, જામનગરમાં આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધશે. હાલની સ્થિતિ જોતા કલેક્ટરનું આગોતરૃ નિવેદન સાચું સાબિત થઈ રહ્યું છે. સંક્રમણને અટકાવવા હવે લોકો એ જ જાગૃત થવું પડશે. બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળી ફરજીયાત માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.