Abtak Media Google News

૨૮ સભ્યો ધરાવતી પાલિકામાં હવે માત્ર ૧૦ સભ્યો જ બચ્યાં: ૧૮ બેઠકો માટે ચૂંટણીના ભણકારા

રાજુલા નગરપાલિકામાં હાલમાં કોંગ્રેસનું શાસન છે જેમાં નગરપાલિકાની ચુંટણી ૨૦૧૮માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરનાં નેતૃત્વમાં ૨૮ માંથી ૨૭ બેઠકો ઉપર ઝળહળતો વિજય થયો હતો. રાજુલા નગરપાલિકાનાં પ્રમુખ તરીકે મીનાબેન વાઘેલાને સર્વસંમતિથી નિમણુક કરેલ હતી પરંતુ ટુંકાગાળામાં કોંગ્રેસનાં સભ્યો દ્વારા મીનાબેન વાઘેલા સામે અવિશ્ર્વાસની દરખાસ્ત કરાય હતી.

કોંગ્રેસનાં જ ૧૮ સભ્યોએ બળવો કરેલ અને ૧૭/૪/૨૦૧૮નાં રોજ અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થયેલ હતી અને ૧૯/૪/૨૦૧૮નાં રોજ મીનાબેન વાઘેલાએ પ્રમુખપદ છોડી દીધેલ હતું ત્યારબાદ કોંગ્રેસનાં જ બાધુબેન બાલાભાઈ વાણીયા પ્રમુખ બનેલ હતા ત્યારબાદ પક્ષાંતરધારા મુજબ ૧૮ સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે કોંગ્રેસ પક્ષના દંડક અને નગરપાલિકાનાં સદસ્ય ઘનશ્યામભાઈ લાખણોત્રા દ્વારા સભ્યપદ રદ કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવ દિલીપ રાવલ દ્વારા ગેરલાયક ઠરાવ તા.૩૦/૧૨/૨૦૧૯ના રોજ ૪ સભ્યોને સસ્પેન્ડ કર્યા જેમાં પ્રમુખ સહિતના ૪ સભ્યોને સસ્પેન્ડ કરતો હુકમ કરેલ છે.

7537D2F3 3

અગાઉ તા.૨૪/૪/૨૦૧૮ના રોજ ૧૪ સભ્યો સસ્પેન્ડ થયેલા અને ૪ સભ્યોને તેમાથી બાકાત રાખેલ પરંતુ આ ચાર સભ્યોને પણ સસ્પેન્ડ કરાવવા માટે હાઈકોર્ટમાં પીટીશન થયેલી જેની સામે ના.હાઈકોર્ટ દ્વારા બાકી રહેલા ૪ સભ્યોને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ તા.૩૦/૧૨/૨૦૧૯નાં રોજ કરવામાં આવતા રાજુલા નગરપાલિકામાં ૨૮ માંથી ૧૮ સભ્યો પક્ષાંતરધારા હેઠળ સસ્પેન્ડ થયેલા હોય આ તમામની આગામી દિવસોમાં ચુંટણી આવવાની શકયતાઓ વચ્ચે રાજુલા નગરપાલિકાનું રાજકારણ ગરમાયેલ છે.

હાલ રાજુલા નગરપાલિકામાં ૯ કોંગ્રેસના અને ૧ ભાજપના સભ્યો યથાવત ચુંટાયેલા રહેલ છે. રાજુલા નગરપાલિકામાં ૨ વર્ષની અંદર સભ્યની સાઠમારીમાં ૪ પ્રમુખો બદલાણા જેમાં મીનાબેન વાઘેલા, બાધુબેન વાણીયા તથા સરકાર દ્વારા નિયુકત કરેલ. પ્રમુખ ભરતભાઈ સાવલીયા અને હાલના પ્રમુખ કાન્તાબેન ધાખડા પણ ગેરલાયક ઠરાતા હાલ નગરપાલિકાનો ચાર્જ ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા પાસે રહેશે તેવું જાણવા મળેલ છે. હવે આગામી દિવસોમાં ૯ કોંગ્રેસના અને ૧ ભાજપના સભ્યો પોતાના નવા પ્રમુખ નકકી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.