Abtak Media Google News

વરિયા પરિવારના ચાર સંતાનોએ કોરોના કાળમાં અલગ-અલગ ફીલ્ડમાં કરી દેશ સેવા

બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યા મળે જયારે ત્યાં બધાના વિચાર દે. મરીજનો આ શેર અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામના બળવંત ભાઈ વરિયા તેમના ધર્મ પત્ની કાંતાબેન વરિયા તેમજ તેમના ચારેય સંતાનોએ સાર્થક કરી બતાવ્યો છે.

બળવંત ભાઈ વરિયા કૃષ્ણગઢ ગામમા માત્ર ૫ વીઘા જમીન ધરાવે છે તેમ છતાં તેમને તેમના ચારેય સંતાનોને અભ્યાસ કરાવી મોટી દીકરી કોમલ વરિયાને ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, નાની દીકરી ક્રિષ્ના વરિયાને નર્સ, પીયૂસ વરિયાને સવારકુંડલાનું ઉત્તમ સેવાકીય સદભાવના ગૃપમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા કરાવી તેમજ જાગૃત વરિયાને કાણકીયા કોલેજમા NCC હોવાથી ટ્રાંફિકમા કોરોના વોરિયર્સ તરીકે અવિરત સેવા આપી બળવંતભાઈ અને કાંતા બેનના સંતાનોએ દેશ દાજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે બાબત અમરેલી જિલ્લામાં સૌ કોઈને પ્રેરણા પુરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.