Abtak Media Google News

આગામી સમયમાં અમદાવાદ, અમૃતસર, બેંગ્લુરૂ, દિલ્હી, ગોવા અને મુંબઈથી તબકકાવાર લંડનની ચાર્ટર્ડ ફલાઈટોમાં બ્રિટીશ નાગરિકોને પરત લઈ જવાશે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન ડોમેસ્ક અને ઈન્ટરનેશનલ ફલાઈટો, રેલવે , રોડ સહિતના તમામ પરિવહનોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલક ફલાઈટો બંધ થઈ જતા હજારો બ્રિટીશ નાગરીકો ભારતમાં રહી જવા પામ્યા હતા. આ બ્રિટીશ નાગરિકોને પરત લઈ જવા માટે ઈગ્લેન્ડ સરકાર ૧૭ ચાર્ટડ ફલાઈડો મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં બ્રિટીશ હાઈકમિશનરે આ અંગેની વિગતો આપી હતી કે આગામી ૨૦થી ૨૭ સુધી ભારતના વિવિધ સ્થાનો પરથી ફલાઈટો ઈગ્લેન્ડ ઉડશે.

ભારતમાં બ્રિટીશ હાઈકમિશનર જાન થોમ્પસનના જણાવ્યા અનુસાર અમદાવાદથી લંડન માટેની ફલાઈટો આગામી તા.૨૦,૨૨,૨૪ અને ૨૬ના રોજ ઉડશે અમૃતસરથી લંડન માટે આગામી તા.૨૧,૨૩,૨૫ અને ૨૭ના રોજ ઉડશે. ગોવાથી લંડન વચ્ચેની ફલાઈટો આગામી તા.૨૬ના રોજ હવાઈ ઉડાન ભરશે. અગાઉ બ્રિટન સરકારે જાહેર કરેલી ૨૧ ફલાઈટો ઉપરાંત આ વધારાની આ ૧૭ ચાર્ટર ફલાઈટો ઉડશે. થોમ્સને વધુમાં ઉમેર્યું હતુ કે લોકડાઉનના કારણે ભારતમાં હજુ પણ મોટી સંખ્યામાં બ્રિટીશ નાગરિકો રહી ગયા છે. જેને પરત ઈગ્લેન્ડ મોકલવા માટે તેમનું તંત્ર સતત કાર્યરત છે. આ કાર્યમાં ભારત સરકાર અને સ્થાનિક તંત્રનો પર ભારે સહકાર મળ્યો છે. બ્રિટીશ નાગરિકો ઈગ્લેન્ડ પરત જવા માટે ચાર્ટર ફળાઈટોમાં પોતાનું બુકીંગ કરાવવા માટે સીટીએમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે બ્રિટીશ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. તેમને તેમનો વારો આવશે ત્યારે સીટીએમ દ્વારા સામેથી જાણ કરવામાં આવશે. ઈગ્લેન્ડના દક્ષિણ એશિયા અને કોમનવેલ્થ દેશોનો હવાલો સંભાળતા રાજયમંત્રી બોર્ડ તારીક અહેમદે જણાવ્યું હતુ કે અમે બ્રિટીશ પ્રવાસીઓની મુશ્કેલીને સમજીએ છેએ તેમને ફલાઈટની તુરંત જરૂર છે. પરંતુ જટીલ કામગીરી અને મુશ્કેલીના કારણે થોડો સમય લાગશે જેથી બ્રિટીશ નાગરિકોએ જયા છે ત્યાં સલામત રહેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.