Abtak Media Google News

કચરો વિણવા આવેલા યુવાન પર ચોરીનું આળ મુકી ત્રણ ચોકીદાર સહિત પાંચ શખ્સોએ દોરડે બાંધી માર મારી ઢીમઢાળી દીધું: તટસ્થ તપાસની કલેકટરની ખાતરી બાદ લાશ સ્વીકારી

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભંગાર અને કચરો વિણતા યુવાન પર ચોરીનું આળ મુકી રાદડીયા ઇન્ડસ્ટ્રીઝના ચોકીદાર અને માલિકોએ દોરડે બાંધી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા ઘટના હત્યામાં પરિણ્મી હતી. મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા જિલ્લા કલેકટરે તટસ્થ તપાસની ખાતરી આપી હતી. પોલીસે કારખાનેદાર સહિત ચાર શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ લીંબડીના પરનાળા ગામના વતની અને હાલ શાપરમાં મારૂતિ પાર્ક વિસ્તારમાં રહેતા મુકેશ સવજી વાણીયા તેની પત્ની જયાબેન અને સવિતાબેન શાપરમાં આવેલા શિતળા માતાજીના મંદિર પાસે રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ પાસે ભંગાર વિણવા માટે ગયા હતા.

બંને મહિલા અને મુકેશ વાણીયા કારખાનામાં ચોરી કરવાના ઇરાદે આવ્યાની શંકા સાથે ત્રણ ચોકીદારની મદદથી મુકેશ વાણિયાને પકડી કારખાનામાં લાવતા બંને મહિલા ત્યાંથી ભાગી ગઇ હતી. ત્રણેય ચોકીદારે મુકેશ વાણિયાને દરવાજા સાથે દોરડાથી બાંધી માર મારી વીડિયો રેકોર્ડીંગ કર્યુ હતું.

મુકેશ વાણિયાને માર મારીને જવા દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા મુકેશ વાણિયાને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાંપલ્ટાયો હતો.

મુકેશ વાણિયાનું મોત નીપજતા પરિવારજનો રોષે ભરાયા હતા અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપતા લાશ સ્વીકારી હતી.

શાપર પોલીસ મથકે રાદડીયા ઇન્ડસ્ટ્રીઝના માલિક જયસુખ દેવરાજ રાદડીયા, ચિરાગ વિઠ્ઠલ વોરા, દિવ્યેશ કિશોર વોરા, તેજશ કનુ ઝાલા સહિત પાંચ સામે હત્યાનો ગુનો નોંધી ચારેય શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.