Abtak Media Google News

સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીમાં ઘરે અને હોસ્પિટલમાં હુમલો કર્યો હતો

શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા યુવક સાથે સામુ જોવા નજીવી બાબતે થયેલી મારામારીનાં ગુનામાં જેલ હવાલે રહેતા ચાર શખ્સોને જામીન પર છોડી મૂકવાનો અદાલતે હુકમ કર્યો છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતમુજબ શહેરનાં ઢેબર રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા યુવાન સાથે સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા જયદીપ વિજય દેવડા, આકાશ ઉર્ફે અકકી જાદવ, ઈન્દ્રજીત મકવાણા અને રાપા ઉર્ફે લાલો સહિતે શખ્સોએ ગરાસીયા પરિવારના સભ્યો પર ઘરે અને હોસ્પિટલે હુમલો કર્યાની ભકિતનગર પોલીસ મથકમાં રિધ્ધીબા વિક્રમસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.

હાલજેલ હવાલે રહેલા ચારેય શખ્સોએ જામીન અરજી કરેલી જેમા બંને પક્ષની રજૂઆતના અંતે બચાવપક્ષની દલીલ તથા દસ્તાવેજી પૂરાવાના અંતે અદાલતે જયદીપ વિજયભાઈ દેવડા, આકાશ ઉર્ફે અકકી જાદવ, ઈન્દ્રજીતસિંહ મકવાણા અને રીયાઝ ઉર્ફે લાલોને જામીન ઉપર મૂકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં જયદીપભાઈ વિજયભાઈ દેવડા વિગેરે વતી વિમલ એચ.ભટ્ટ મનીષ સી. પાટડીયા તથા પંકજ જી.મુલીયા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.