Abtak Media Google News

૧.૪૮ કરોડના વિવાદમાં અદાલતે ૨.૯૭ કરોડનો ફટકાર્યો દંડ,કલોલની અદાલતનો ચેક રિટર્ન કેસમાં ઐતિહાસિક ચુકાદો: રાજકીય અને કોળી સમાજમાં હડકંપ

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરાને ચેક રીટર્ન કેસમાં કલોલની અદાલતે બે વર્ષની કેદ અને ૨.૯૭ કરોડનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ હુકમથી રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વધુ વિગત મુજબ ગાંધીનગરના ભાજપના અગ્રણી પ્રભાતસિંહ ઠાકોર સાથે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સાથે આર્થિક વ્યવહાર રૂા.૧.૪૮ કરોડ લીધેલા જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા પ્રભાતસિંહ ઠાકોર દ્વારા કાયદાકીય જોગવાઈ પ્રમાણે એડવોકેટ મારફતે દેવજી ફતેપરાને નોટિસ આપેલ પરંતુ નોટિસ પીરીયડમાં ચેકની રકમનું ચૂકવણુ ન કરતા પ્રભાતસિંહ ઠાકોરે કલોલરની અદાલતમાં દેવજી ફતેપરા સામે નેગોશીએબલ એકટ હેઠલ પરિયાદ દાખલ કરી હતી. જે સુનાવણી અદાલતમાં ચાલતા બન્ને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી પક્ષના એડવોકેટે કરેલી લેખીત-મૌખીત રજૂઆત તેમજ કાયદાકીય એવીડન્સ અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના તાકેલા ચૂકાદા ધ્યાને લઈ ન્યાયધીશે દેવજી ફતેપરાને ૨ વર્ષની સજા અને ૨.૯૭ કરોડનો દંડ હુકમ કર્યો છે. હુકમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજમાં ચકચાર મચી જવા પામી છે. દેવજી ફતેપરા મુળી-હળવદ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યપદે રહી ચૂકયા છે. બાદ પક્ષ પલ્ટો કરી ભાજપનો ખેસ ધારણ કરી સુરેન્દ્રનગરના સાંસદ પણ રહી ચૂકયા છે. ગત લોકસભાની ટિકિટ ન અપાતા ભાજપ પક્ષથી નારાજ થઈ કોંગ્રેસમાં કુદકો લગાવ્યો હતો. દેવજી ફતેપરા આયારામ-ગયારામની છાપ ધરાવે છે. તેમજ જુગારની કુટેવને લીધે ન્યારી ડેમના કાંઠે આવેલા પાર્ટી પ્લોટનો પણ વેંચાણ ગયું છે. આ હુકમથી રાજકીય અને કોળી સમાજમાં હડકંપ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.