Abtak Media Google News

કોમી રમખાણમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ રહેલા

ત્રણ દાયકા પહેલાં રાજકોટ પોલીસ કમિશનર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ‘વીશી’ના વિષચક્રને ડામી દીધું’તું

રાજયભરની પોલીસ દ્વારા સ્વ.કે.ચક્રવર્તીને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાશે

રાજયના ભુતપૂર્વ પોલીસ વડા કે,ચક્રવતિનું કેન્સરની બિમારીથી મુંબઇની નાણાવટી હોસ્પિટલ ખાતે નિધન થતા તેઓને શ્રધ્ધાજંલી આપવા માટે રાજયભરની પોલીસ દ્વારા બપોરે ૧૨ વાગે બે મિનિટનું મૌન પાડવા માટે નવનિયુકત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું છે.

કે.ચક્રવતિ ત્રણ દાયકા પહેલાં રાજકોટના પોલીસ કમિશનર તરીકે પસંશનીય ફરજ બજાવી હતી તે સમયે રાજકોટમાં ‘વીસી’ પ્રકરણના કારણે મોટી રકમની વસુલી કરવા અપહરણ કરી ધાક ધમકી આપવાની જેના કારણે આત્મહત્યા અને હત્યાના બનાવ વધી ગયા હતા ત્યારે કે.ચક્રવતિએ માથાભારે સામે કડક કાર્યવાહી કરી માથાભારેઓને કાયદાનું ભાન કરાવી શાન ઠેકાણે લાવી દીધી હતી.

૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા ત્યારે તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવામાં મહત્વની ફરજ બજાવી હતી. તેઓનું મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં કેન્સરની બિમારીથી નિધન થતા તેમના આત્માની શાંતિ માટે રાજયભરની પોલીસ દ્વારા બપોરે બાર વાગે બે મિનિટનું મૌન પાડવા રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે.

નોંધનીય છે કે રાજયના ભુતપૂર્વ પોલીસ વડા કે,ચક્રવતિનું કેન્સરની બિમારીથી મુંબઇની નાણાવટી હોસ્પિટલ ખાતે નિધન થતા તેઓને શ્રધ્ધાજંલી આપવા માટે રાજયભરની પોલીસ દ્વારા બપોરે ૧૨ વાગે બે મિનિટનું મૌન પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.