પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે ભારત રત્ન અપાશે

110
former-president-pranab-mukherjee-will-be-given-the-bharat-ratna-today
former-president-pranab-mukherjee-will-be-given-the-bharat-ratna-today

રાષ્ટ્રપતિ રામના કોવિંદના હસ્તે અપાશે દેશનો સર્વોચ્ચ એવોર્ડ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતની રાજનીતીમાં આપેલા અમુલ્ય અને અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેઓને દેશના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ની સન્માનીત કરવામાં આવશે. આજે રાષ્ટ્રપતિ રામના કોવિંદના હસ્તે તેઓને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય રાજનીતિમાં ખૂબજ અમુલ્ય યોગદાન આપ્યું છે. તેઓને હાલતુ-ચાલતુ બંધારણ માનવામાં આવતું હતું. સરકાર કોઈપણ હોય જ્યારે જરૂર પડતી ત્યારે પ્રણવદાની સલાહ લેવામાં આવતી હતી. તેઓ ભારતના નાણામંત્રી તરીકે પણ સર્વોત્તમ કામગીરી કરી હતી. રાષ્ટ્રપતિ તરીકે પાંચ વર્ષના કાર્યકાળમાં તેઓની કામગીરી ખૂબજ સારી રહી હતી. જેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા પ્રણવદાને ભારત રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે ૮મી ઓગષ્ટના રોજ દેશના રાષ્ટ્રપતિ રામના કોવિંદના હસ્તે પ્રણવ મુખર્જીને ભારત રત્ની સન્માનીત કરવામાં આવશે. આ ક્ષણ દેશ માટે ખરેખર એક ઐતિહાસિક બની રહેશે. પ્રણવદાને ભારત રત્ન એવોર્ડ આપવાના નિર્ણયની દેશભરમાં ભારે સરાહના ઈ રહી છે. અત્યાર સુધી ૪૫ હસ્તીઓને ભારત રત્ની સન્માનીત કરવામાં આવી ચૂકી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદા ઉપરાંત ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટીના સંસપક સભ્યમાંથી એક નાનાજી દેશમુખ અને જાણીતા હસમીયા કવી અને સંગીતકાર ભુપેન્દ્ર હજારીકાને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેી હવે ભારત રત્ની સન્માનીત થનારી હસ્તીઓની સંખ્યા ૪૮ થઈ જશે.

Loading...