Abtak Media Google News

ભુતકાળમાં આરએસએસથી પ્રભાવિત થઈ જવાહરલાલ નહેરૂ એ સંઘના કાર્યકરોને પ્રજાસત્તાક દિવસની પરેડનું આમંત્રણ

આપ્યું હતું: પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીએ ૧૯૭૭માં સંઘના આમંત્રણને સ્વીકારી વિવેકાનંદ રોડનું અનાવરણ કર્યું હતુ

આગામી તા.૭ના રોજ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના નાગપુર સ્થિત વડામથક ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સહર્ષ સ્વિકાર કરતા કોંગ્રેસીઓના ટેરવા ચડી ગયા છે, જોકે કોંગ્રેસે આ મુદ્દે કોઈપણ પ્રકારની ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સ્વયંમ સેવકો માટે તાલીમ શિબિર દરમિયાન આગામી તા.૭ જુનના રોજ ત્રીજા વર્ષનાં તાલીમ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવતા તેઓએ આ આમંત્રણનો સ્વીકાર કરી સંઘના સ્વયંમ સેવકોને સંબોધનાર છે.

બીજી તરફ કોંગ્રેસ સંઘની કાયમ ટીકા કરી રહ્યું હોય કોંગ્રેસી મુળના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીની સંઘ વડામથકની મુલાકાતથી કોંગ્રેસ નારાજ હોય તે સ્વાભાવિક છે. આમ છતાં કોંગ્રેસના પ્રવકતા વડકણે કોઈ જ ટીપ્પણી કરવા ઈન્કાર કર્યો હતો જોકે કોંગ્રેસીઓ પૂર્વ રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં કેવું પ્રવચન આપે છે તેના પર નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે સંઘ અને કોંગ્રેસ વચ્ચે આમંત્રણનો વ્યવહાર ૧૯૬૩થી ચાલ્યો આવે છે. ૧૯૬૩માં ચીન સાથે યુદ્ધ બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાબીલેદાદ કામગીરીથી પ્રભાવિત થઈ જવાહરલાલ નહેરૂ એ સંઘના કાર્યકરોને પ્રજાસતાક દિને યોજાતી પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. એજ રીતે ૧૯૭૭માં પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીએ પણ સંઘના આમંત્રણનો સ્વિકાર કરી એકનાથ રનાડેના આમંત્રણને પગલે વિવેકાનંદ રોક સ્મારકનું અનાવરણ કર્યું હતું.

આમ, હાલ તુરંત તો સંઘના નાગપુર ખાતે યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાજરીને લઈ કોંગ્રેસીઓના ટેરવા ચડી ગયા છે ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘને કેવું સંબોધન કરે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.