Abtak Media Google News

દાલમિયાએ ૯૦ના દશકમાં રામજન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

રામજન્મભૂમિ આંદોલનના પ્રમુખ નેતાઓ માના એક વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ તેમજ વરિષ્ઠ સલાહકાર વિષ્ણુહરિ દાલમીયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. ૯૧ વર્ષિય દાલમયાના ગઈકાલે સાંજે ૪.૩૦ વાગ્યે દિલ્હીમાં આવેલા નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના નિધનની જાણકારી શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મસ્થાન પરિસર સાથે જોડાયેલા મંદિરોની વ્યવસ્થા સંભાળતા શ્રી કૃષ્ણ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ આપી હતી. દાલમિયા આ ટ્રસ્ટ સાથે લાંબા સમય સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહ્યા.

વધુમાં શર્માએ જણાવ્યું કે દાલમિયા ને ૨૨ ડિસેમ્બરે સવારે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર હાલતના કારણે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોની ટીમના જણાવ્યાનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ફેફસામાં કફ જામી ગયો હતો.

મહત્વનું છે કે ૯૧ વર્ષિય વિષ્ણુહરિ દાલમીયા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વીએચપી દ્વારા ૯૦ના દશકામાં ચલાવાયેલા રામમંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી ધ્વંસ મામલે સરકારી પક્ષ તરફથી સહ અભિયુગ્ધ હતા.

૧૪ જાન્યુઆરીએ દાલમિયાના કહેવાથી તેમને તેમના ગોલ્ફ લિંક રોડ પર આવેલા તેમના નિવાસ પર લઈ આવવામાં આવ્યા હતા. ડોકટરોએ ત્યાંજ ઈસીયુ બનાવી તેમનો ઈલાજ શરૂ કર્યો શ્વાસ સંબંધીત તકલીફોને કારણે ગઈકાલે સવારે લગભગ ૯.૩૮ મીનીટે તેમનું નિધન થયું.

મહત્વનું છે કે દાલમીયા શ્રી કૃષ્ણ જન્મસ્થાન મથુરાના મેનેજીંગ ટ્રસ્ટી હતા તેઓ ગૌ સેવક હતા અને ગૌ શાળાઓ માટે તેઓએ મથુરમાં ખૂબજ સારા કાર્યો કર્યા હતા. દાલમીયાના પુત્ર અનુરાગ અને સંજયે તેમની ઈચ્છા મુજબ નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.