Abtak Media Google News

પાકિસ્તાન વિપક્ષ નેતા શાહબાઝ શરીફને સોમવારે ૭ બિલિયન રૂપીયાના ભ્રષ્ટાચાર મુદે ચાલતા કેસમાં લાહોર હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાનાભાઈ શાહબાઝને એનએબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાનખાન સરકાર સામે દેશવ્યાપી દેખાવો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ૬૯ વર્ષનાં શાહબાઝને કોર્ટ પરિસરમાથી જ હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં અટકાયતમાં લઈ લાહોરમાં રિમાન્ડ માટે પેસ કરવામાં આવ્યા હતતા લાહોર હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ સરદાર અહેમદ નઈમએ શાહબાઝના વકીલોની દલીલો રજૂ થયા બાદ જામીન અરજી ફગાવી દેવાઈ હતી.

ઈમરાનખાન સરકારે ગયા અઠવાડીયે શાહબાઝકે જે ૨૦૦૮ થી ૧૮ સુધી પંજાબના મુખ્યમંત્રી રહી ચૂકયા હતા તેમની સામે નાણાંકીય ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. શાહબાઝ તેના પુત્ર હમ્ઝા, અને સલમાન આ કૌભાંડમાં સામેલ ગણાવાયા છે. તપાસ દરમિયાન બનાવટી ખાતાઓ દ્વારા ૧૭૭ જેટલા શંકાસ્પદ વ્યવહારો શાહબાઝના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. કરોડો રૂ. કામદારો અને શાહબાઝ અને હમ્ઝા પાટીની ટિકિટ માટે મોટી રકમ અને ગમતાઓને લાભ લેતા હતા ધરપકડ પહેલા શાહબાઝે જણાવ્યું હતુકે વડાપ્રધાન ઈમરાનખાને ધરપકડ કરાવી છે મને જેલનાં સળિયા પાછળ નાખીને ગંદી રાજરમત કરી રહ્યા છે. મરિયમ નવાઝે જણાવ્યું હતુ કે શાહબાઝને એટલા માટે પકડી લેવાયા છે આ ઘટનાક્રમને ગંદી રાજરમત ગણાવવામાં આવી છે.

બિલાવલ ભુટ્ટોએ પણ શાહબાઝની આ ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે. ઈમરાનખાનને વિપક્ષની એકતા ખૂંચી રહી છે. ગયા અઠવાડિયે નવાઝ શરીફે સેના ઉપર કરેલા પ્રહારો સામે વિપક્ષ એકમંચ પર આવ્યો હતા શરીફે લંડનથી યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેના ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતોકે અમે વડાપ્રધાનના વિરોધી નથી પરંતુ ચૂંટણી ગેરરીતિથી અયોગ્ય વ્યકિતને બેસાડવા સામે વિરોધ છે. એનએબી દ્વારા વિપક્ષની આગેવાની લેનાર મૌલાના ફઝલુર રહેમાન સામે પણ નોટિસ ઈસ્યુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.