Abtak Media Google News

તાત્કાલીક કામની ગુણવતાની તપાસ કરી કામ પૂર્ણ થયા બાદ પેમેન્ટ કરવા રજુઆત કરાઇ

અમરેલી જીલ્લાનું મહત્વનું તિર્થધામ ગણાતુ તુલસીશ્યામ મંદીરના રોડનું કામ ઘણા વર્ષો પછી મંજુર થયેલ છે. પરંતુ આ જગ્યામાં લાખો લોકોની અવર જવર થતી હોય અને આ કામ અત્યંત નબળું થઇ રહ્યું છે. આ કામમાં એજન્સી દ્વારા થીકનેસ મટીરીયલ પુરતા પ્રમાણમાં આવતું નથી. ડામરની અંદર કેરોસીનની સુગંધ આવે છે અને ડામર જે ચો.મી. માં વાપરવામાં આવતો હોય એવા પ્રમાણમાં વપરાતો નથી અને નીચે રોડની સફાઇ કર્યા વિના ડામર કામ ચાલુ કરેલ છે અને જે ગાડીઓ ડામર લઇને આવે છે તેમની પાસે પણ ગેઇટ પાસ હોતા નથી અને પ્લાન્ટ ઉપર કોઇ અધિકારી નથી. કામ ઉપર પણ કોઇ કર્મચારી હાજર રહેતા નથી અને આ સૌરાષ્ટ્રની સુપ્રસિઘ્ધ જગ્યાનું કામ હોવાથી પર્યટન સ્થળ હોવાથી લોકોની મોટા પ્રમાણમાં અવર જવર થતી હોય અને જો નિયમ અને એસ્ટિમેન્ટ મુજબ કામ નહીં કરવામાં આવે તો તાત્કાલીક રોડ તૂટી જવાની શકયતા હોય તો આપના લેવલે તાકીદે તપાસ કરી અને આ કમાણી ગુણવતા જળવાઇ રહે અને તમામ તપાસ પૂર્ણ થયા બાદ કામનું પેમેન્ટ કરવાની રજુઆત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.