Abtak Media Google News

જન્મદિવસ નિમિતે ચકલીના માળા, પાણીના કુંડા સહિતનું કરાયું વિતરણ

રાજકોટના પૂર્વ મેયર, સેવા, પ્રખર જીવદયાપ્રેમી એવા જનકભાઈ કોટકનો આજ જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે રેસકોર્ષ ચબુતરા પાસે ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સતકાર્ય માટે કરૂ‚ણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન દ્વારા અર્હમ ગ્રુપના સથવારે કુંડાનું પક્ષીના માળાનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવી વિતરણ કરવામાં આવ્યું હતુ.

અબતક સાથેની વાતચીત દરમિયાન પૂર્વ મેયર જનકભાઈ કોટકએ જણાવ્યું હતુ કે જયારે મેયર બન્યો હતો. ત્યારથી મારા જન્મદિવસે ચકલીના માળાનું વિતરણ પાણીના કુંડાનું વિતરણ કરતો આવું છું તે વખતે લોકોને ખૂબજ આશ્ર્ચર્ય થતું હતુ પરંતુ આ પ્રણાલી આજ સુધી અવીરત ચાલુ છે. અને મને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે આપણે જીવદયાને બચાવીશું તો આપણે બચીશું આ સતકાર્યમાં મને કરૂણા ફાઉન્ડેશનનો ખૂબજ સહકાર મળ્યો છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન મિતલભાઈ ખેતાણીએ જણાવ્યું હતુ કે અમારા કરૂ‚ણા ફાઉન્ડેશન દ્વારા અનેક વિધ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન અબોલ જીવો માટે કાર્ય કર્યું હતુ આજે રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનો જન્મદિવસ છે. તેઓની રગેરગમાં જીવદયા ભરેલી છે. તેમના જન્મદિવસ નિમિતે તેમની સારી અને સાચી પ્રજાપતિ લક્ષી ઉજવણી કરવાના આશયથી ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.

સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાયદાને ધ્યાન પર રાખી વિતરણ કરવામાં આવે છે. મને એ વાતનો આનંદ છે કે લોકો જીવદયા માટે પશુ પક્ષીઓ માટે ચકલીના પક્ષીના માળા પાણી માટેના કુંડા લઈ જાય છે.

નોંધનીય છે કે, જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઇ કોટકનો આજે જન્મદિવસ છે. તેઓ ૧૯૭૫ થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચુંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓએ કોર્પોરેશનમાં શાસક પક્ષ નેતા, મેયર, ડે.મેયર તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે ફરજ બજાવી. લોકસેવા કરી હતી. મેયર બનયા પછી પણ સાદુ જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પુરુ પાડયું હતું. કોર્પોરેશનમાં પક્ષના નેતા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ડે.મેયર અને મેયર તેમ ચારેય મહત્વના પદે રહ્યા હોય તેવા તેઓ એક માત્ર કોર્પોરેટર હતા.

રાષ્ટિય સ્વય સેવક સંઘના તૃતિય વર્ષ શિક્ષિત જનકભાઇ આજની તારીખે પણ સીવીલ હોસ્પિટલના જ‚રીયાતમંદ દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ, અબોલ જીવો, માનવતાની સેવામાં સતત સક્રિય રહે છે. સર્વધર્મ સમભાવમાં માનતા ધાર્મિક પ્રકૃતિના અને અનેક સંતો-મહંતોના પ્રિતીપાત્ર, કૃપાપાત્ર જનકભાઇ કોટક હાલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં પણ વરિષ્ઠ આગેવાન તરીકે સભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. રઘુવંશી સમાજના પણ  વરિષ્ઠ અગ્રણી તરીકે રાજકોટ લોહાણા મહાજના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા ભૂતકાળમાં આપી ચૂકયા છે.

જેઓ જન્મદિન નીમીતે સવારે ૮ થી ૯ દરમ્યાન રેસકોર્ષ ચબૂતરા પાસેથી, પ્રર્વતમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને પુરતુ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને માસ્ક સહિતના કાયદાને પુરતુ માન આપીને એનીમલ હેલ્પલાઇનના સહકારથી ચકલીના માળા, પક્ષીના પીવાના કંડા રામપાતર, ગાય માતાને પાણી પીવાની કુંડીનું નિ:શુલ્ક વિતરણ કરી જન્મદિવસની સેવામય ઉજવણી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.