ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

142

સામજીભાઈ ચૌહાણઅમિતભાઈ ચાવડા અને રાજીવ સાતવેની હાજરીમાં ચોટીલાનાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સાંમજીભાઈ ચૌહાણ સતાવાર કોંગ્રેસમાં જોડાયા.

રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર ગઇકાલે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ મનપામાં કોંગ્રેસના શાસન દરમિયાન અશોક ડાંગર મેયર હતા.

ત્યારબાદ અશોક ડાંગર અને શ્યામજી ચૌહાણ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોગ્રેસ પ્રવેશ કરાવ્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ કોઇપણ પ્રકારની આશા અપેક્ષા વિના કોગ્રેસમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા દિગ્ગજ નેતાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા મચી ગઇ છે

Loading...