Abtak Media Google News

ભારત ભલે ડિજીટલ બની રહ્યું હોય, પણ મોબાઇલ  પર ઉપલબ્ધ ફોરજી હાઇસ્પીડ ડેટા હજુ પણ લોકોને મામુ બનાવે છે. ભારતમાં સૌથી ઝડપી હાલ ફોરજી સ્પીડ છે. જેમાં પણ બફરીંગની સમસ્યા તો રહે જ છે. ત્યારે વિશ્ર્વ આખુ ફાઇવજીમાં પહોંચી ગયું છે. મોબાઇલ એનેલીટીકસ કંપનીના લીસ્ટ મુજબ ભારતની ફોરજી સ્પીડ વૈશ્ર્વિક સ્તરે સૌથી ધીમી છે.ભારતીય ઇન્ટરનેટ સ્પીડનું ગાડુ ૮૮ દેશો કરતા ધીમું ચાલે છે.

જો કે દેશમાં ધીમા ઇન્ટરનેટને વેગ આપીને હાલ સ્પીડ વધારાઇ રહી છે પરંતુ ટોચમાં આવવા હજુ વધુ પરીક્ષમ કરવો પડશે. આપણે ફોરજી સ્પી. આશરે ૬ એમબીપીએસથી દર્શાવાય છે. પરંતુ હકિકતમાં તેટલી સ્પીડમાં ઇન્ટરનેટ ચાલતું નથી. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન ઇન્ટરનેટની ૧૪ એમબીપીએસથી બમણી સ્પીડ ધરાવે છે. અને ભારત ફોરજીને વિસ્તૃત કરવાને બદલે ધીમાં ઇન્ટરનેટના કારણો અને દલીલો આપે છે. ભારતીય ફોરજી નેટવર્કની ક્ષમતા થ્રીજી કરતા પણ ઓછી છે. ટેલીકોમ કંપનીઓનું કહેવું છુ કે રોકાણકારોમાં ઘટાડાનો કારણે કંપનીઓનું નુકશાન થઇ રહ્યું છે.

જો કે જીયોની એન્ટ્રી બાદ અન્ય ટેલીકોમ કંપનીઓ હચમચી ઉઠી હતી. ત્યારે પેકેજ ધારકો ફરીયાદ કરે છે કે ફોરજી બસ નામ પુરતુ જ છે. સારી સ્પીડ આપતું નથી. જો કે ભારતીય સેલ્યુલર એસોસિએશનના રાજન માથ્યુએ જણાવ્યું હતું કે ભારતીય ટેલીકોમ કંપનીઓને નબળી ઇન્ટરનેટ સુવિધાને કારણે આક્ષેપ લગાડવો યોગ્ય નથી. કારણ કે ખુદ ટેલીકોમ કંપનીઓ ટાવર બનાવવામાં મુશ્કેલીઓ વેઠી રહી છે.

હાઇ ઇન્ટરનેટની હાઇસ્પીડ ધરાવતાં દેશોમાં ૪૪ એમબીપીએસ સાથે સિંગાપોર, ૪ર એમબીપીએચ સાથે નેધરલેન્ડ ૪૧ એમબીપીએચ સાથે નોરવે, ત્યારબાદ ૪૦ સાઉથ કોરિયા અને ૩૯ સાથે હંગારી છે.

ભારતમાં ફોરજી ડેવલોપ થયુ છે પણ કંપનીઓ ગ્રાહકોની માંગને પુર્ણ કરવામાં નિષ્ફળ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.