Abtak Media Google News

વન વિભાગે પાંજરૂ મુકી દિપડાને પકડવા કામગીરી હાથ ધરી

ચોટીલા ના મેવાસા (સુખસર) ગામે સિમ વિસ્તારમાં આવેલ એક ખેતરમાંથી વાછરડાનું મારણ કરીને વિદવિસ્તારમાં જતો રહેલ દીપડાને પકડવા માટે વનવિભાગે પાંજરું મૂકી ને કામગીરી હાથ ધરી છે.

મેવાસા (સુખસર) ગામે સિમ આવેલ કનુભાઈ જીલુભાઈના ખેતરમાંથી દીપડા એ વાછરદાનું મારણ કરી ને સુરેઈ,હરણીયા બાજુ જતા વિડ વિસ્તારો માં જતો રહ્યો હોવાનું લોકેશન વનવિભાગ ને મળી આવતા વિદવિસ્તારમાં જી ને વનવિભાગના નટુભાઈ રાજપરા, પાપોદરા વિજયભાઈ સહિતના વનકર્મીઓ એ દીપડાને પાંજરે પકડવા માટે પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી છે.

7537D2F3 11

જી.ઇ.બી.ના જુનિયર ઇનિંયર અસપાક ખોખરે જણાવ્યું કે મેવાસા ગામ ના લોકો એ વળી વિસ્તારોમાં રાત્રી એ જતી લાઈટો ના વિતરણ છે તેની જગ્યા દિવસનું કરી આપવા માટે લખીત આપવવા આવ્યા હતા ત્યારે તોઓને કહ્યું હતું કે આ વિતરણ વ્યવસ્થા સુરેન્દ્રનગર ની સુપરિટેડ એન્જીયર ની કચેરી ખાતે કરવામાં આવે છે આ રજુઆત તમો સુરેન્દ્રનગર ખાતે કરો જેથી વિતરણ વયસ્થા દિવસની કરી આપશે અમારે તો માત્ર રીપેરીંગ ની કામગીરી કરવાની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.