Abtak Media Google News
  • એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ અંતર્ગત સેમિનાર: કૃષિને ઉદ્યોગ ગણવા ઉપર ભાર મૂકતા એશોચેમ ગુજરાત કાઉન્સીલના ચેરમેન

  • ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટથી વિકાસ સાધવાનો મત રજૂ થયો

રાજકોટ ખાતે એશોચેમ દ્વારા એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ અંતર્ગત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ઈવોનેશન, ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટચરને લઈ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે ખેડૂત ક્ષેત્રે સંકળાયેલા અનેક નામી -અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડુત લક્ષી પ્રશ્ર્નો ઉપર ગહન ચર્ચા, વિચારણા અને તેનો ઉપાઈ પણ સૂજાવ્યો હતો.Vlcsnap 2018 02 27 13H15M46S15

આ તકે એશોચેમ ગુજરાત કાઉન્સીલનાં ચેરમેન ધવલભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મોટાભાગે ઘણી બધી યોજનાઓ સરકારની હોઈ છે, પણ એક અનુભવ એવો છે કે ખેડુતો અને નાના ઉદ્યોગોને યોજનાઓ વિશે પૂરતી માહિતી નથી. જેથી જે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ એ છે કે તમામ એક સ્થળે આવે અને યોજનાઓ વિશે માહિતગાર કરે. ખેતીને એક ઉદ્યોગ તરીકે જોવાની જ‚ર છે. આજે આપણા દેશમાં મોટાભાગનાં જ ખેડુતો તે નાના છે. અને આ ખેડુતોને ઉદ્યોગ ગણી ડીમાન્ડ લીડ માર્કેટ ગણે, તેના માટે જો બેંકો અને સરકાર સહાય કરશે તો ખેડુતોની સ્થિતિ ખૂબજ સુધરશે. જે ખેડુતો એગ્રી પ્રોડકટ બનાવે છે. તેથી તેઓને પણ ઘણો સારો ચાન્સ મળી શકશે. જો કલ્સટર અંગે સિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે તો ખેડુતોની હાલત ખરા અર્થમાં સુધરશે ભારતનો સૌથી મોટો જે પ્રશ્ર્ન છે તે પોસ્ટ હારવેસ્ટીંગનો છે. કારણ કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ શકતો, અને તેનાથી જે નુકશાન થાય છે. અને માત્ર ૪ થી ૫ ટકા જ પ્રોસેસ થાય છે. ત્યારે વિકસીત દેશોમાં તેમનું પ્રોસેસ ૬૦ થી ૭૦ ટકા જેટલું હોઈ છે. ખેડુતોએ પોતે જ ફાર્મર પ્રોડયુશીંગ કંપની બનાવી જોઈએ. અત્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજના શ‚ કરવામાં આવી છે. તેમાં ખેડુતો પોતે પોતાની મંડળી બનાવે, કોર્પરેટીવ સોસાયટી બનાવે તો તેમને અલગ અલગ યોજનાઓમાંથી ૫ થી ૧૦ કરોડ ‚પીયા સુધીની ગ્રાન્ટ મળે છે. જેમાં બેકવર્ડ, ફોરવર્ડ ઈન્ટીગ્રેશન છે, કોલ્ડ ચેઈનની સ્ક્રીમ, એગ્રો પ્રોસેસીંગ કલ્સ્ટરની સ્કિમ છે. અને આમા સરકારનું પ્રાઈયોરીટી સેકટર ખેડુત લક્ષી છે.

૨૦૦૯થી આ ક્ષેત્રોનો વિકાસ ૧૫ ટકાથી પણ વધુ થયો છે. એગ્રો ફૂડ પ્રોસેસીંગમાં ૧૦૦ ટકા એફડીઆઈ માન્ય છે. એટલે કોઈ પણ વિદેશી કંપની ફૂડ ઈન્ડસ્ટ્રી નાખવા માંગતી હોઈ અથવાતો સ્પલાઈ ચેઈન ઉભી કરવા માંગતી હોઈ તો તે પૂર્ણ ‚પથી શકય છે. ખેડુતોને અત્યારે પાક ધિરાણ આપવામાં આવે છે એટલે પાક ધિરાણ સીઝનલ પાકનાં ઈન્પુટ કોસ્ટ માટે આપવામાં આવે છે. પણ ખેડુતોને પ્રોસેસીંગ માટે આવી જ રીતના ધિરાણ આપવું જોઈએ ખેતીમાં પ્રોડકટીવીટી છે પણ ફાઈનાન્સીયલ વાયોલીટી નથી, એનું કારણ એ છે કે ખેત પેદાશનાં ઉત્પાદન સમયનાં જે ભાવ હોઈ છે, એ ખૂબજ ઓછા હોઈ છે. અને સીઝન પૂરી થયા બાદ તેમના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો ભાવ વધારો જોવા મળે છે. પણ ખેડુતો પાસે હોલ્ડીંગ કેપીસીટી નથી. જે એ મુખ્ય જ‚રીયાત છે.

જેથી તે સ્ટ્રેસ સેલ કરે છે. એટલે એક જ સમય બજારમાં માલ આવવાથીક ભાવમાં ઘટાડો જોવા મળે છે. એટલે ખેડુતોને આગળ લાવવા હોઈ તો પોસ્ટ હારવેસ્ટ ઈન્ફ્રાને લાગુ કરવું અનિવાર્ય છે. એશોચેમ કોઈ પણ સમયે ખેડુતો સંપર્ક કરી શકે છે. જેથી તેઓને સરકારની વિવિધ યોજનાઓની વિગત મળી શકે અતે તેમનો વિકાસ પણ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.