Abtak Media Google News

સરકારે મર્ચન્ટ શીપીંગ બીલ ૨૦૨૦માં કર્યા અનેકવિધ ફેરફારો

ભારત પાસે સૌથી મોટો વિશાળ દરિયા કિનારો છે ત્યારે દરિયાઈ પરિવહનને વધુને વધુ વેગ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સરકારે ફરી એક વખત મર્ચન્ટ શીપીંગ બીલમાં સુધારો કર્યો છે. જેમાં નિકાસને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે કાર્ગો શીપમાં વિદેશી લોકોને ૪૯ ટકા જેટલો હિસ્સો આપવા માટે પરવાનગી પણ આપેલી છે. અત્યાર સુધી કોઈપર વિદેશી લોકો ભારતના કાર્ગો શીપમાં હિસ્સાની ખરીદી કરી શકતા ન હતા. પરંતુ આ હવે ભૂતકાળ બની જશે. આંતરરાષ્ટ્રીય ટ્રેડને વધુ વિકસીત કરવા માટે અને નિકાસને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા આ પગલુ હાથ ધરવામાં આવ્યું છે.

શીપીંગ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, અત્યારે સુધી કાર્ગો શીપનું આધિપત્ય માત્રને માત્ર ભારત તરફનું જ રહ્યું છે. જેમાં કોઈ પણ ફેરબદલ કરવામાં આવ્યો નથી. પરંતુ હાલના નવા બીલ પ્રમાણે હવે વિદેશી લોકો પણ કાર્ગો શીપમાં પોતાનો હિસ્સો ખરીદી શકશે. નવા ફેરફાર કરવામાં આવેલા બીલમાં ભારતના કાર્ગો શીપ ધારકોએ ૫૧ ટકાનો હિસ્સો ખરીદવાનો રહેશે જ્યારે બાકી રહેતો ૪૯ ટકાના હિસ્સામાં કોઈપણ વિદેશી રોકાણકારો તેના હિસ્સાની ખરીદી કરી શકશે.

શીપીંગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ ફેરફારથી યુએસ, યુ.કે., જાપાન, ઓસ્ટ્રેલીયા જેવા દેશો સાથે નિકાસનો રસ્તો  ખુબ વ્યાપક પ્રમાણમાં ખુલશે જેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્રને પુર્ણત: થઈ શકશે. બીજી તરફ ભારતના કાર્ગો શીપના ટનમાં પણ વધારો થઈ શકશે. સાથો સાથ હવે વિદેશી લોકોને જે પરવાનગી આપવામાં આવી છે તેનાથી વિદેશી લોકો કાર્ગો શીપને લોંગ લીઝ ઉપર પણ તેની ખરીદી કરી શકશે. જેમાં નિર્ધારીત કરેલા સમય માટે કાર્ગો શીપની માલીકી જે તે લીઝ પર લેનાર વ્યક્તિની રહેશે અને સાથો સાથ તેને સ્વતંત્ર્તા પણ આપવામાં આવી છે કે, તે પાયલોટ સહિત ક્રુ મેમ્બર પણ તેમની જ‚રીયાત મુજબના સ્ટાફને રાખી શકશે જે માટે સરકારે આ કરારની બેરબોટ ચાર્ટર નામ આપ્યું છે. સરકાર અને વડાપ્રધાન મોદી ભારતને આર્થિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે, ભારત આયાત નહીં પરંતુ નિકાસ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રીત કરે અને દેશની અર્થ વ્યવસ્થાને અત્યંત વેગવંતુ બનાવે. હાલ ભારતની અર્થ વ્યવસ્થાને પાટે ચડાવવા અને વધુ મજબૂત બનાવવા માટે જે વસ્તુ જ‚રી છે તે એ છે કે, દેશનો નિકાસ દરેક ક્ષેત્રમાં વધુને વધુ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.