Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર ડિવિઝન જે એમ ભરવાડ સાહેબ પ્રોહી જુગાર અંગેની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા જે અન્વયે ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ શ્રી એમ વી ઝાલા સા  પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન  સાહેબને મળેલ ચોક્કસ હકીકત આધારે ધોરાજી ના વેગડી ગામની સીમમાંથી એક ઓરડીમાં દારૂના કેસમાં નાસ્તો ફરતો આરોપી ભાવેશ ભોજાભાઇ કોડીયાતરે છૂપાવેલ છે. જે આધારે પોલીસે રેઇડ કરી નીચે મુજબનો ઇંગ્લિશ દારૂ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

રોયલ આમ્સ  વિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૩૨૪ કિંમત રૂ૯૬૯૦૦/-, મેકડોવેલ નંબર વન સુપિરિયર વ્હિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૧૪૮૮ કિંમત રૂ-૪૪૬૪૦૦ એવરીડે ગોલ્ક સુપિરિયર વ્હિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નં.૨૮૪ કિંમત રૂ-૮૫૨૦ રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૨૨૮ કિંમત રૂ૧૩૨૮૦૦/-  હેવર્ડસ ૫૦૦૦ સ્ટ્રોંગ બિયર ટીન નંગ ૧૩૬૮ કિંમત રૂ ૧૩૬૮૦૦/- કુલ રૂ૯૦૨૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે  ભાવેશ ભોજાભાઇ કોડીયાતર રહે વેગડી વાળાઓ વિરુદ્ધ પ્રોહિ એક્ટ મુજબ ધોરણ સર કાર્યવાહી કરેલ છે

આ કામગીરીમાં  શ્રી જે.એમ.ભરવાડસાહેબ તથા પોલીસ ઈન્સપેક્ટર એમ.વી ઝાલા ઝાલા સાહેબ  તથા પો હેડ કોન્સ વિજયભાઈ, અશોકભાઈ તથા પો.હેડકોન્સ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણિયાજેતપુર સીટી તથા વિશાલભાઈ સોનારા તથા અનિરુદ્ધસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ વસૈયા તથા ઘનશ્યામસિંહ જાડેજા  વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.