Abtak Media Google News

રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ: રૂરલ એલસીબી અને એસઓજીને મળી સફળતા: રૂ.૨૫.૬૧ લાખનો મુદામાલ કબ્જે

રાજયમાં દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની સરકાર દ્વારા અપાયેલી સુચનાથી બુટલેગરો પર પોલીસ દ્વારા ધોસ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલો ટ્રક હડમતાળા આવ્યાની બાતમીના આધારે રૂરલ એલસીબી અને એસઓજી ટીમે દરોડો પાડી રૂા.૧૦.૬૧ લાખની કિંમતના ૬,૪૫૬ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભણાવા ચોકડીથી કોટડા સાંગાણી તરફ જતા રેલવે ક્રોસીંગ પાસે ભુણાવાની સીમમાં પાર્ક કરેલા આર.જી. ૨૭જીબી. ૫૪૫૪ નંબરના ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, રવિદેવસિંહ બારડ, જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ ચાવડા, હિતેશ અગ્રાવત, દિલીપસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન આર.જે.૨૭જીબી. ૫૪૫૪ નંબરના ટ્રકમાંથી રૂા.૧૦.૬૧ લાખની કિંમતની ૬૪૫૬ નાની મોટી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે રૂા.૧૫ લાખની કિંમતનો ટ્રક કબ્જે કરી રાજસ્થાનના ઉદેપુરના ટ્રક ચાલક પર્વતસિંહ ભવરસિંહ ભાગલની ધરપકડ કરી છે.

ટ્રક ચાલક પર્વતસિંહ ભાગલની પૂછપરછ દરમિયાન તેને ઉદેપુરના વલ્લભનગર તાલુકાના ખોખરવાસ ગામેના લક્ષ્મીલાલ ઉર્ફે લચ્છીરામ આહિરે વિદેશી દારૂ મોકલ્યાની કબુલાત આપી છે. તેમજ રાજસ્થાનના એક શખ્સનો મોબાઇલ નંબર મળી આવ્યો છે તે કહેતો હતો તે રીતે ટ૩ક હંકારી હડમતાળા પહોચાડયાની કબુલાત આપી છે. દારૂની ડીલીવરી લેવા આવેલો અજાણ્યો શખ્સ પોલીસને જોઇ ભાગી જતા પોલીસે મોબાઇલ નંબરના આધારે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.