Abtak Media Google News

૨૧૦૦ બોટલ વિદેશી દારૂ સાથે છ શખ્સોની ધરપકડ: ત્રણ ફરાર

સુરેન્દ્રનગર, ચોટીલા, પાલિતાણા અને ભાવનગરમાં પોલીસે વિદેશી દારૂ અંગે દરોડા પાડી રૂ ૨૧૦૦ બોટલ વિદેશી દારૂસાથે છ શખ્સોની ધરપકડ કરી રૂ૧૦.૮૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન ત્રણ શખ્સો ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.

ચોટીલાના પાંચવડા ગામની સીમમાંથી જયંતી વેલજી સોલંકી, રાજુ ભાણ સોલંકી અને મનસુખ મોહન ધારવી નામના શખ્સોને રૂ ૨.૨૮ લાખની કિંમતની ૭૪૪ બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન લાલા વિરા મેટાળીયા નામનો શખ્સ ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.

સુરેન્દ્રનગરના સુર્યનગર સોસાયટીમાં રહેતા જાવેદ દેવાન નામના શખ્સના મકાને પોલીસે દારૂ અંગે દરોડો પાડી રૂ ૯૫ હજારની કિંમતની ૨૩૪ બોટલ દારૂ ઝડપી લીધો છે. જાવેદ દેવાનની પોલીસે શોધખોળ હાથધરી છે.

પાલિતાણાના બડેલી ગામે રહેતા બીપીનસિંહ રવુભા ગોહિલની વાડીએ એસઓજી સ્ટાફે દરોડો પાડી કાર અને પશુની નિરણમાં છુપાવેલો ‚રૂ ૩.૭૮ લાખની કિંમતની ૧૫૨૪ બોટલ વિદેશી દારૂ સાથે વાડી માલિક બીપીનસિંહ ગોહિલ, અલ્પેશ મનુ મકવાણા અને ભાવેશ જેઠા ચાવડા નામના શખ્સોની ધરપકડ કરી કાર, દારૂ અને મોબાઇલ મળી રૂ ૬.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ભાવનગરના તિલકનગર નજીક આડોડીયાવાસમાં રહેતા નિતેશ ક્રિપાલ પરમાર નામના શખ્સને રૂ ૧ લાખની કિંમતની ૧૬૮ બોટલ દા‚રૂ અને ૨૬૪ બોટલ બિયર સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.