Abtak Media Google News

“મેક ઇન ઇન્ડિયા”ક્ધસેપ્ટને વધુ વિસ્તૃત કરી ઘર આંગણે વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો શરૂ કરાવવા સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા વૈશ્ર્વિક કંપનીઓ આતુર

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદઆપવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આત્મનિર્ભર ભારત તને મેક ઇન ઇન્ડિયા જેવા ઔદ્યોગિક પ્રોત્સાહક આયોજન ને લઇને ભારતમાં વિશ્વની કંપનીઓ માટે ખુલેલા દરવાજા અને લાભ લેવા માટે વિશ્વની કંપનીઓ આતુર બની છે. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વૃદ્ધિ પ્રોત્સાહક યોજના પીએલઆઈ સ્કીમ અંતર્ગત ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન નું વૈશ્વિક વીબ ઊભું થાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે સરકારના આ આયોજનથી કોમ્પ્યુટર લાઈટ બલ્બ એર કન્ડિશન વોશિંગ મશીન ફોન દવા બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના યુનિટ ભારતમાં સ્થાપવા માટે ગુજરાતી લાઈનમાં લાગે છે.

Screenshot 2 2

ભારતના આર્થિક વિકાસ અને ખાસ કરીને ઔદ્યોગિક આત્મનિર્ભરતા માટે સરકારે ઉત્પાદન વૃદ્ધિ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનાથી દેશમાં તમામ પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદન વધારીને દેશ નું ચિત્ર બનાવવાનું લાંબાગાળાનું આયોજન છે વિશ્વમાં અત્યારે મોબાઇલ ફોન ટીવી ટીવી ના સ્પેરપાર્ટ ની ડિમાન્ડ વધી છે ત્યારે સ્થાનિક ઉદ્યોગો ને વધુ વિકાસ કરાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના પ્રતિસ્પર્ધી ચીન સામે ટક્કર લેવા માટે ભારતે વિદેશી કંપનીઓને ખાસ પ્રકારના લાભ આપવાની કરેલી જોગવાઇથી 2025 સુધીમાં ભારતમાં આવીને પોતાનું ઉત્પાદન વધારી કંપનીઓના ઉત્પાદનથી ભારત 55 મિલિયન 1’ ડોલર સુધીનું વિકાસ ક્ષેત્ર સર કરી શકશે સરકારના આ અભિગમથી 1.57 લાખ કરોડ રૂપિયા ની યોજનાઓ થકી 13 જેટલા વિવિધ ક્ષેત્રો નો વિકાસ થશે જોકે ભારતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું મોડું થયું પરંતુ હવે સમયના તકાજા મુજબ ઘરેલું ઉત્પાદન વધારવા માટે સરકારે ઉદ્યોગ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે હૈદરાબાદના ઝડપથી નટરાજન એ જણાવ્યું હતું કે સરકારના આ પ્રયોજનથી દેશમાં ઉત્પાદન વધશે ચાઇના તાઇવાન અને અન્ય દેશોમાં ઉત્પાદિત વસ્તુઓ પરનું ભારતનું પરાવલંબન ઘટી જશે અને હવે ભારતમાં જ દેશની જાણીતી કંપનીઓ પોતાના વેરહાઉસ અને ઉત્પાદન શરૂ કરી શકશે

Screenshot 3 1

ભારતમાં અત્યારે ઘરેલું ધોરણે જે ઉત્પાદન થાય છે તેમાં હવે વિદેશની કંપનીઓ પોતાના એકમો ભારતમાં સ્થાપિત કરીને ભારતના ઉત્પાદન વિશ્વમાં કરશે સરકારની ઉત્પાદન વૃદ્ધિ યોજનાનો લાભ કંપનીઓને મળશે 2014માં ઘરેલુ ઉત્પાદન નું 16થી 17 ટકા ની જીડીપીની સરદારી 2025 સુધીમાં 25 ટકા સુધી પહોંચશે સરકારની ઉત્પાદન પ્રોત્સાહન યોજના નો દસથી બાર વર્ષે ફાયદો દેખાશે અત્યારે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક સરકારના પ્રોત્સાહન ની મોટી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ભારતમાં 1.97 લાખ કરોડ ની ઉદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ યોજના વિશ્વની ટોચની સૌથી વધુ કંપનીઓને ભારતમાં પોતાના ઉત્પાદન એકમો માટે રાજી કરશે સરકારની આ યોજનાથી ભારતનો ઔદ્યોગિક વિકાસ આસમાને આવશે તેમાં બેમત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.