Abtak Media Google News

ફોર્બ્સે ઈન્ડિયા રીચ લીસ્ટ – 2020ના નામથી 100 ધનિક ભારતીયોની યાદી જાહેર કરી છે.જેમાં રિલાયન્સના માલિક મુકેશ અંબાણી સતત 13 માં વર્ષે પ્રથમ ક્રમે આવ્યા છે.

૮૮.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા ધનકુબેર બન્યા છે. તાજેતરમાં, ઘણી વૈશ્વિક કંપનીઓએ રિલાયન્સ ગ્રુપના જિઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલમાં રોકાણ કર્યું હતું, જેનાથી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

ફોર્બ્સની યાદીમાં આ વર્ષે ઘણા નવા ચહેરેઓનો પણ સમાવેશ થયો છે. આ યાદીમાં બીજા સ્થાને અદાણી ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી છે, જેની સંપત્તિ 25.2 અબજ ડોલર છે. જયારે

ત્રીજા સ્થાને એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાડરને આવ્યા છે. નાડર પાસે 20.4 અબજ ડોલરની સંપત્તિ છે.

ચોથા નંબર પર ડી માર્ટના માલિક રાધાકિશન દમાની છે. જેની પાસે ૧૫.૪ અબજ ડોલરની સંપત્તિ છે.
પાંચમા સ્થાને હિન્દુજા બ્રધર્સનું નામ શામેલ છે. હિન્દુજા બ્રધર્સની સંપત્તિ 12.8 અબજ ડોલર છે.
તો ૧૧.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે.

પાલનજી મિસ્ત્રી સાતમા ક્રમે છે. તેની કુલ સંપત્તિ ૧૧.૪ અબજ ડોલર છે.

કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ભારતીય બેંકર ઉદય કોટક આઠમા ક્રમે છે તેની સંપત્તિ ૧૧.૩ અબજ ડોલર નોંધાઈ છે. ગોદરેજ ફેમિલી આ યાદીમાં નવમા ક્રમે છે, જેની સંપત્તિ 11 અબજ ડોલર છે. નંબર ૧૦એ લક્ષ્મી મિત્તલ છે. જેમની સંપતિ ૧૦.૩ અબજ ડોલર છે.

ટોચના 100 શ્રીમંતમાં ફક્ત ત્રણ મહિલાઓનો સમાવેશ

ફોર્બ્સની ભારત રિચ લિસ્ટ 2020માં ટોચના 100 ધનકુબેરોમાં ફક્ત ત્રણ મહિલાઓનો સમાવેશ થયો છે. જેમાં ૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ઓ.પી. જિંદલ જૂથની સાવિત્રી જિંદલ 19 માં સ્થાને છે. બાયોકોનના કિરણ મઝુમદાર શોની સંપત્તિ 4.6 અબજ ડોલર છે અને તે 27 મા ક્રમે છે. યુએસવીની લીના તિવારી ત્રણ અબજ ડોલરની સંપત્તિ સાથે 47 માં સ્થાને છે.

આ ધનકુબેરો પ્રથમ વખત આ યાદીમાં જોડાયા

નોંધપાત્ર વાત એ છે કે કોરોના યુગમાં લોકોએ મુશ્કેલી વેઠવી પડી છે, તેમછતાં એવા ઘણા અબજોપતિઓ છે જેમની સંપત્તિમાં વધારો થયો છે અને તેમનું નામ પ્રથમ વખત ફોર્બ્સની સૂચિમાં શામેલ કરવામાં આવ્યું છે. કુલ નવ ઉદ્યોગપતિઓ પ્રથમ વખત આ યાદીમાં જોડાયા છે, જેમાં નોક્રી ડોટ કોમની પેરેન્ટ કંપની ઈન્ફો ડોટ ઈન્ડિયા લિમિટેડના સ્થાપક સંજીવ ભીખચંદાનીનો સમાવેશ થાય છે. સંજીવ 68 મા ક્રમે છે અને તેની સંપત્તિ 2.1 અબજ ડોલર છે.

આ ઉપરાંત રિલેક્સો ફુટવેરના રમેશકુમાર અને મુકુંદ લાલ દુઆ, જેરોધા બ્રોકિંગના નીતિન અને નિખિલ કામથ, જીઆરટી જ્વેલર્સના જી રાજેન્દ્ર, વિનતી ઓર્ગેનિકના વિનોદ સારાફ, આરતી ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગોઈ, આઈપીસીએ લેબોરેટરીઝના પ્રેમચંદ ગોધા, એસઆરએફના અરૂણ ભારત રામ અને હટસન એગ્રો પ્રોડક્ટ્સના આરજી ચંદ્રમોગન પણ ફોર્બ્સની યાદીમાં પહેલી વખત સામેલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.