Abtak Media Google News

હિન્દુસ્તાન યુનિલીવર અને એશિયન પેઈન્ટસ ૭માં અને ૮માં ક્રમે તો ભારતી એરટેલ ૭૮માં ક્રમે: ગત વર્ષ કરતા ઈનોવેટીવ કંપનીમાં ભારતની સંખ્યા ઘટી

ફોર્બ્સ દ્વારા સૌથી વધુ ઈનોવેટીવ ૧૦૦ કંપનીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ત્રણ ભારતીય કંપનીઓ હિન્દુસ્તાન યુનિલીવર, એશિયન પેઈન્ટસ અને ભારતી એરટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સેલ્સફોર્સ ડોટ કોમે ટેસલા મોટર્સને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વિશ્ર્વની ૧૦૦ ટોચની ઈનોવેટીવ કંપનીની યાદીમાં હિન્દુસ્તાન યુનિલીવર, એચયુએલ તથા એશિયન પેઈન્ટસ અનુક્રમે સાતમુ અને આઠમુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બન્ને ગત વર્ષે ૩૧મા અને ૧૮મા સ્થાન પર હતી. ત્યારે ભારતી એરટેલે પ્રથમ વખત ૭૮માં સ્થાને રહી આ યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત વર્ષની આ યાદીમાં ટાટા કસલ્ટેન્સી સર્વિસીઝ ટીસીએસ, સનફાર્મા તથા લાર્સન એન્ડ ટૂબ્રોએ પણ સ્થાન મેળવ્યું હતું. આ કારણે ફોર્બ્સની આ યાદીમાં ભારતીય કંપનીઓની સંખ્યા ઘટીને પાંચમાંથી ત્રણ થઈ ગઈ છે.

ઈનોવેટીવ કંપનીનો માપદંડ એ રીતે નકકી કરવામાં આવે છે કે જે કંપનીઓ માટે રોકાણકારો આશા સેવી રહ્યા હોય અને ભવિષ્યમાં પણ ઈનોવેટિવ બની રહેશે. આ સિવાય આ યાદીમાં સમાવેશ થનાર કંપનીઓ સાત વર્ષનો સૌથી વધુ કમાણીનો આંક કે જે ૧૦ અબજ ડોલર બજાર ભાવ પ્રમાણે હોવો જ‚રી છે.  આ યાદીમાં એજ ઉધોગોનો સમાવેશ થાય છે જે ઈનોવેશન માટે જાણીતા હોય. આ યાદીમાં એ ઉધોગોનો સમાવેશ નથી કરવામાં આવતો જેની શોધ તથા વિકાસમાં કરવામાં આવેલ આંકડાને માપી ન શકાતું હોય. આ માટે બેંક તથા અન્ય નાણાકીય સેવા પ્રદાન કરનારાને આ યાદીમાં સ્થાન મળી શકતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.