Abtak Media Google News

સેવાભાવી કાર્યકરો દર રવિવારે ૨૦ કિલો જેટલી સામગ્રી અબોલ જીવોને અર્પણ કરે છે: માનસીક અસ્થિરોની પણ નિસ્વાર્થ સેવા કરાઈ છે

જામનગરમાં સેવાભાવી કાર્યકરો છેલ્લાં ૧૯ વર્ષથી રોઝીપોર્ટ ઉપર અબોલ જીવોને ભોજન, ચણ નાંખવાનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. સેવાયજ્ઞની વિશેષતા એ છે કે, કોઇપણ પ્રકારનું અનુદાન લીધા વગર સેવાભાવી કાર્યકરો સ્વેચ્છાએ અને સ્વખર્ચે જીવદયાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.જામનગરમાં રહેતાં અને જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા હસુભાઇ ગોડેશ્વર, કિરીટભાઇ પંડ્યા, વિમલભાઈ અગ્રાવત, જીતેશભાઈ મહેતા, કિશોરભાઈ મકવાણા, સંજયભાઈ ત્રિવેદી, લલીતભાઈ તકતાણી, મનોજભાઈ નંદા સહિતના સેવાભાવી કાર્યકરો દ્વારા સ્વેચ્છાએ અને સ્વખર્ચે વર્ષ ૨૦૦૨થી અબોલજીવને ભોજન, ચણનો અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો.૧૯ વર્ષથી અવિરત ચાલી રહેલા સેવાયજ્ઞમાં તમામ સેવાભાવી કાર્યકરો દર રવિવારે સવારે ૮ વાગ્યાની આસપાસ શહેરમાં પટેલકોલોની વિસ્તારમાં એકઠા થાય છે. ત્યારબાદ તેઓ રોઝીપોર્ટ ઉપર પહોંચી ગાયને નિરણ, ગદબ, શ્વાનને બિસ્કીટ, પક્ષીઓને ચણ,કાગડાને ગાંઠીયા,માછલીઓને લોટ નાંખે છે. સેવાયજ્ઞનું જમાપાસું એ છે કે, અબોલજીવને આપવાના ભોજન, ચણ સહીતની તમામ વસ્તુઓ સેવાભાવી કાર્યકરો પોતાના ધેરથી લાવે છે.આ માટે કોઇદાતા પાસેથી કોઇપણ પ્રકારનું અનુદાન લેવામાં આવતું નથી.

સેવાભાવી કાર્યકરો દ્વારા દર રવિવારે રોઝીપોર્ટ ઉપર કે જયાં લોકોનું આવાગમન ઓછું હોય આ વિસ્તારમાં પશુ,પક્ષીઓને ભોજન,ચણ મળી રહે તે માટે દર રવિવારે નીરણ,ગદબ,બિસ્કીટ,ચણ,લોટ,ગાંઠીયા,ગુંદી મળી ૨૦ કીલો જેટલી સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

સેવાભાવી કાર્યકરો દ્વારા અબોલજીવને ભોજન, ચણના વિતરણ ઉપરાંત માર્ગમાં આવતા માનસિક અસ્થિરોને પણ ભોજન આપી તેઓની પણ સેવા સુશ્રુષા કરવામાં આવી રહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.