Abtak Media Google News

પરમ હોસ્પિટલ ૩૦ બેડ સાથે સજજ

ગીરીરાજ હોસ્પિટલના નાંમાકિંત તબીબો આપશે કોરોનાની સારવાર

હાલના તબકકે રાજકોટમાં કોરોનાના દિવસે દિવસે વધતા જતાં કેસને ધ્યાને લઇ અને ગીરીરાજ હોસ્પિટલ સંચાલીત નવી કોવિડ-૧૯ માટે અલાવદી પરમ હોસ્પિટલ સેવા આપવા માટે સજજ થઇ ગયેલ છે.

આ તકે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ રાજકોટ મ્યુનીસીવલ કમીશ્ર્નરની ઉદીત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વધુ એક કોરોના માટે અલાયદી પ્રાઇવેટ હોસ્પિટલ, “પરમ હોસ્પિટલ શ‚ થયેલ છે. જેમાં સરકાર દ્વારા નીરધારીત દરે સારવાર આપવામાં આવશે. આ હોસ્પિટલમાં ગીરીરાજ હોસ્પિટલનાં નામાંકીત તબીબો અને કિટીકલ કેર સ્પેશીયાલીસ્ટ એવા ડો. વિશાલ સદાતીયા, ડો. પીયુષ દેત્રોજા, તથા ડો. રાજેશ મોરીની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે.

ગીરીરાજ હોસ્પિટલના સેન્ટર હેડ ડો. ઉમેશ અવરનાથીની યાદીમાં જણાવવામાં આવે છે કે પરમ હોસ્૫િટલ (જુની) ડો. રોહીત ઠકકરની હોસ્પિટલ) આશાપુરા મેઇન રોડ, બસ સ્ટે. પાછળ ખાતે જનરલ વોડ, સેમી સ્પેશીયલ, સ્પેશીયલ અને આઇસીયુ સહીત કુલ ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોરોનાના નિદાન સારવાર અને માર્ગદર્શન માટે ખાસ કોરોના ઓપીડીની સુવિધા પણ શ‚ કરવામાં આવેલ છે. આ યાદીમાં ઉમેદરો કરતા ડો. ઉમેશે જણાવ્યું કે ગીરીરાજ હોસ્પિટલ ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે કોવિડ-૧૯ સીવાયની અન્ય બધીજ સારવારો રાબેતા મુજબ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.