Abtak Media Google News

અર્થતંત્રને ધબકતુ કરવા ઉઘોગકારો પાસેથી સુચનો માગતા મુખ્યમંત્રી

રાજયના ૬૫.૮૦ લાખ કુટુંબોને રવિવારથી રાશન વિતરણ

રાજયમાં સતત બીજા માસે એટલે કે મે માસમાં પણ ગૌશાળાઓને પશુ દીઠ દૈનિક રૂ. રપ ની સબસીડી આપવામાં આવશે તેમ રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકાર પર રૂ. ૩૫ કરોડનો બોજો પડશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અગ્રસચિવ અશ્ર્વિનકુમારે જણાવ્યું હતું કે રાજય સરકાર સંવેદનશીલ છે. માનવીનું સંવેદન સાથે પશુઓની હાલત પણ જાણે છે. સરકારે મે માસમાં પણ ગૌશાળાઓને પશુદીઠ દૈનિક રૂ. ૨૫ સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે.

રાજયમાં નોંધાયેલી ગૌશાળાના ૪ લાખ પશુઓ માટે આ સબસીડી આપવામાં આવશે.

૬૫.૮૦ લાખ કુટુંબોને તા. ૧૭ મે થી તા. ર૭ સુધી વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાયના વિસ્તારોમાં આ અનાજ વિતરણ કરાશે તેમ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું. અમદાવાદમાં ઓનલાઇન ડીલીવરીના પગલે ૩૦ હજાર ઓર્ડરમાં ૮ કરોડનું કેશ લેસ  ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું હતું.

તા. ૧૮ ના મઘ્યરાત્રી સુધીમાં દેશમાં ૧૪ લાખ શ્રમિકોને વતન રવાના કરાયા છે. ગુજરાતમાંથી મહત્તમ ૩૭૪ ટ્રેનો યુ.પી., બિહાર, ઓરિસ્સા, મઘ્યપ્રદેશ સુધી દોડાવવામાં આવી હતી. શનિવારે વધુ પ૦ ટ્રેનો દ્વારા ૭૬ હજાર પરપ્રાંતિયોને તેમના વતન પહોચાડાશે. મુખ્યમંત્રીએ રાજયનજા આઠ મહાનગરોના ઉઘોગકારો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હાલની સ્થિતિ અંગે હાલ હવાલ મેળવ્યા હતા. અને આગામી સમયમાં લોકડાઉન પૂરુ થતા કેવી રીતે અર્થતંત્રને ધબકતું કરી શકાય.

તે માટે સુચનો મેળવ્યા હતા આઠ મહાનગરોના ઉઘોગકારો ઉપરાંત કેટલાક રીટેઇલ વેપારીઓ સાથે પણ મુખ્યમંત્રીએ ચર્ચા વિચારણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.