Abtak Media Google News

લોકોની પ્રાથમીક જરીયાતને ઘ્યાનમાં લઇને પેકેજ બનાવતા હોઇએ છીએ:

કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

 

દીવાળીના તહેવારો ટુકડા છે ત્યારે લોકો દેશ વિદેશીમાં ફરવા જઇ રહ્યા છે. તેવામાં આમ જોવા જઇએ તો લોકો પોતાની રીતે બુકીંગ કરાવી રહ્યા છે. ઘણી ઓનલાઇન ઓફરો આવી રહી છે. તો વળી કેટલાક લોકો ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટોનો સહારો લઇ રહ્યા છે.

રાજકોટની રંગીલી પ્રજા ખાસ કરીને ખાવા પીવા અને હરવા ફરવાની શોખીન છે. અન સિવાય કોઇપણ રીતે તેઓ ફન માટે સમય કાઢી લે છે અત્યારે દીવાળીનું વેકેશન છે એટલે બાળકોને સ્કુલમાં છૂટીઓ હોય તે સ્વાભાવિક છે. વેપાર ધંધા પણ લાભ પાંચમ સુધી બંધ હોય એટલે મોકો પણ છે ને દસ્તુર પણ છે તો ચાલો ફરવા….

ટ્રાવેલ્સના વ્યવાસયમાં સૌરાષ્ટ્રના લોકલાડીલા પ્રવાસીઓ માટે લેવાતું નામ એટલે કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રમાં સતત ૧૧ વર્ષથી પ્રવાસીઓને તેમની ઇચ્છાનુસાર અલગ અલગ પેકેજીસ અને અલગ અલગ સુવિધાઓ આપવામાં કાર્યરત છે. ત્યારે કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જશપાલભાઇ તોમર અને તેજપાલભાઇ તોમર પૈકી શિપાલભાઇએ અબતકની ટીમને જણાવતાં કહ્યું હતું કે આજથી ૮ થી ૧૦ વર્ષ પહેલા મેં હોટલ મેનેજમેનટનો કોર્ષ કરી ગોવામાં ટ્રેનીંગ લીધી હતી. અને ધીમે ધીમે સાત પેસેન્જરથી ચાલુ કર્યુ હતું. તો આજે ૧૦૦ જેટલી અંદાજે બસો જાય છે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે લોકોની પ્રાથમિક જ‚રીયાતોને ઘ્યાનમાં રાખીને અમે પેકેજ બનાવતાં હોઇએ છીએ અને અમારા પેકેજમાં લોકોને સૌથી વધુ પસંદ પડતું હોય અથવા ખાસિયત હોય તો એ છે ફ્રુડ આ ઉ૫રાંત વધુમાં તેમણે કહ્યું હતું કે અમે કશ્મીરથી ક્ધયાકુમારી સુધી ૨૫ જેટલા પેકેજીસ લોકોને પ્રોવાઇડ કરીએ છીએ. જેમાં ગોવા, પંચમઢી, શિમલા, મનાલી, વૈષ્ણવ દેવી, મહાબળેશ્ર્વર, જમ્મુ-કાશ્મીર, નૈનિતાલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ પેકેજમાં થાઇલેન્ડ, દુબઇ, યુરોપ, મલેશિયા, સિગાપુર, થાઇલેન્ડ, શ્રીલંકા, હોંગકોંગ વગેરે છે. મોટે ભાગે કપલ, ફ્રેન્ડઝ ગ્રુપ તેમજ ફેમિલિ બધી કેટેગરીમાંલોકો પેકેજનો લાભ લે છે. તેમજ દિવાળીના તહેવારમાં ફેમિલી સાથે લોકો જવાનું વધુ પસંદ કરતાં હોય છે. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે લોકોની બધી જ સગવડતાનો અમે પુરતો ખ્યાલ રાખીએ છીએ જેમાં હોટલ, રહેવા જમવાનું ટ્રાન્સપોર્ટેશન વગેરે બધી જ  ફેસિલીટી પ્રોવાઇડ કરવામાં આવે છે. આ ઉપરાંત ભવિષ્યમાં મુંબઇમાં તેઓ ઓફીસ ખોલવા માંગે છે તેવી ઇચ્છા પણ વ્યકત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.