Abtak Media Google News

ઘરડા જ ગાડા પાછા વાળે… ઉંમર, અનુભવ વ્યક્તિને સાણો સમજુ બનાવે છે. તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ વૃદ્ધ પાસે હોય તેવી કહેવત આપણામાં પ્રચલીત છે. ક્યાંય પણ અટકેલા ગાડાને વૃદ્ધો ઠેકાણે પહોંચાડે તેવી કહેવતમાં પરિવક્વતા માટે ઉંમર ખુબ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ તાજેતરમાં આવેલા એક સર્વેમાં ૬૦ વર્ષથી વધુની વયના દેશના સાડા સાત કરોડ વૃદ્ધો એક યા બીજી રીતે માનસીક બીમારીઓથી પીડિત છે. લાંબાગાળાની વધુ વયના એક સર્વેમાં આરોગ્ય મંત્રાલયને આ આંકડા પ્રાપ્ત થયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, ૬૦ વર્ષથી ઉપરના ૨૭ ટકા લોકોને મગજની એક કે બીજી તકલીફ સતાવે છે. ૪૦ ટકા અન્ય મુશ્કેલીઓનો સામનો કરે છે જ્યારે ૨૦ ટકા લોકોને ખાસ કરીને મગજ શક્તિ આધારીત તકલીફો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધોને માનસીક સમસ્યાથી છોડાવવા માટે સરકારે એક ખાસ ગાઈડ લાઈન નક્કી કરી છે. સર્વેમાં આવેલા ચોંકાવનારા અહેવાલોમાં ૨૭ ટકાથી વધુ બુઝુર્ગોને એકથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં ચોથા ભાગના ૬૦ ટકાથી વધુ વયના લોકોને મગજની તકલીફોમાં હાઈપર ટેન્શનના ૭૭ ટકા, હૃદયના ૭૪ ટકા અને ડાયાબીટીશ સંલગ્ન ૮૩ ટકા લોકો પીડાતા હોય છે.

૨૦૧૧ની વસ્તીમાં ૬૦ ટકા અને તેનાથી ઉપરના ૮.૬ ટકા લોકો એટલે કે, સાડા સાત કરોડ જેટલા લોકોને માનસીક સંતાપનો સામનો કરવો પડ્યો છે. ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૩૧ કરોડ સુધી પહોંચી જશે. ભારતમાં પ્રથમવાર દુનિયાનું સૌથી મોટું સર્વેક્ષણ કરવામાં આવ્યું. જેમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૬૦ વર્ષથી ઉપરના સાડા સાત કરોડ લોકોને માનસીક બીમારીથી પીડાવું પડતું હોવાનું બહાર આવ્યું છે. ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૩૧ કરોડ સુધી પહોંચી જશે.

૬૦ વર્ષથી ઉપરની વયના લોકોને મગજના તાણથી લઈને હૃદયરોગ, ડાયાબીટીસ, કેન્સર અને અડધાથી ઉપરાંતના લોકોને બ્રેનસ્ટોક, સાંધાના દુ:ખાવા અને મગજને લઈને તકલીફો હોવાનું બહાર આવ્યું છે. આ તમામ વર્ગમાં શહેરી વિસ્તારોમાં સારવાર અને નિદાનનું પ્રમાણ ઉંચુ રહે છે. વૃદ્ધોની સમસ્યાના નિવારણ માટે સારવાર લેવાનો દર ૭ ટકા જ જોવા મળે છે. ૬૦ વર્ષ અને તેની ઉંપરના લોકો માટે ૯ ટકા અને ૭૦ વર્ષથી ઉપરના લોકોની સારવારમાં ખુબજ બેદરકારી દાખવવામાં આવે છે. આ સર્વેમાં એક એવું કારણ પણ નિકળ્યું છે કે, ૬૦ વર્ષથી તેથી ઉપરના ભાગમાં નિવૃત થયા બાદ મુશ્કેલીનો સામનો કરે છે. ૭૮ ટકાથી વધુ લોકોમાં આ સમસ્યા નિવૃતિ બાદ થાય છે. તેમાંથી ૪ ટકા જેટલા જ લોકો પેન્સનનું કવચ ધરાવે છે. વૃદ્ધાને સામાજિક સુરક્ષાનું કવચ કેન્દ્ર શાસીત પ્રદેશથી રાજ્યમાં ઓછુ થતું જાય છે. જે લોકો ફૂલટાઈમ જોબ અને જાહેર ક્ષેત્રમાં કામ કરે છે તેઓને પણ આ સમસ્યાઓ નડતરરૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.