Abtak Media Google News

આવતા ૫ વર્ષમાં રૂ.૨૧૦૦ કરોડ એકઠા કરી સેવાકાર્યો કરવાનો ઉદ્દેશ

ચોરવાડ હોસ્પિટલના ૨૦ વર્ષના સેવાયજ્ઞના અવસરે દ્વિદશક ત્રિવિધ મહોત્સવ યોજાશે

લાયન્સ કલબની શરૂઆત ૬૦ વર્ષ પૂર્વે થઈ હતી. છેલ્લા ૬૦ વર્ષતી સમાજ ઉપયોગી સેવા કરતી એકમાત્ર ઓર્ગેનાઈઝેશન એટલે લાયન્સ જેનો હેતુ ફકતને ફકત સમાજને આર્થિક અને આરોગ્ય સારવારમાં નિ:શુલ્ક સેવા આપવાનો છે.

આવતા પાંચ વર્ષમાં લાયન્સ કલબ ૨૧૦૦ કરોડ એકઠા કરીને નાના બાળકો કે જેઓ સાંભળી શકતા નથી તેઓને કોર્નીયા ડેવલોપ કરવાનો તેમજ મોર્ડન એજયુકેશન આપી શકે તેવો ઉદ્દેશ્ય છે. આ તકે લાયન્સ વિશ્ર્વના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.અશોકભાઈ મહેતા, ચંદ્રકાન્ત દફતરી, સુરેશભાઈ સંઘવી, દિવ્યેશ સાકરીયા, રાજીવ ભટ્ટ અને ઉપેન મોદીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.3 57‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા લાયન્સ વિશ્વના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ થી ૨૦૦૫ દરમિયાન લાયન્સ કલબે ૭૫૦ કરોડ એકઠા કરી સેવાકાર્યો કર્યા હતા. હવે આવનારા પાંચ વર્ષમાં ૨૧૦૦ કરોડ એકઠા કરીને જે બાળકો સાંભળી નથી શકતા તેઓની કોર્નીયા ડેવલોપ કરવા તેમજ મોર્ડન એજયુકેશન દ્વારા નાનામાં નાના વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્ર પહોંચાડવાનું લક્ષ્યાંક છે તેમજ ઓછામાં ઓછાં દરે સારામાં સારી સેવા આપી શકીએ તેવો અમારો લક્ષ્યાંક છે.

Lionsસૌરાષ્ટ્રમાં એજયુકેશન અને શારીરિક હેલ્થને લઈને વધારે જાગૃત થવાની જરૂરીયાત છે. ડો.ભાનુબેન નાણાવટી લાયન્સ હોસ્પિટલ ચોરવાડમાં આગામી દ્વિદશક ત્રિવિધ મહોત્સવ યોજાનાર છે. આ હોસ્પિટલને એ-પ્લસ રેન્ક આપવામાં આવ્યો છે અને ચોરવાડમાં હોસ્પિટલ ડોકટર કવાર્ટસનું ૨૦ હજાર ચો.મી.ના આકર્ષક અને આધુનિક બાંધકામ કરવામાં આવ્યું છે.2 83ઓકટોબર ૧૯૯૮માં આ હોસ્પિયલની શરૂઆત થઈ હતી આજે આંખ, દંત, પેથોલોજી, સોનોગ્રાફી, એકસ-રે, સ્ત્રીરોગ, બાળરોગ, યુરોલોજી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલના ૨૦ વર્ષના સેવાયજ્ઞને લઈ વિવિધ મહોત્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.