Abtak Media Google News

પાલીતાણામાં ૧૯મીએ લાખો ભાવિકો ઉમટી પડશે: શહેરમાંથી ૩પ થી ૪૦ બસો યાત્રામાં જોડાશે

જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે તા.૧૯ માર્ચને મંગળવારે વહેલી પરોઢે શરુ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતા આ યાત્રામાં લાખો જૈન અને જૈનેતરો ઉપરાંત વિદેશી ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહેરમાંથી જ ૩પ થી ૪૦ બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ ફાગણ સુ. ૧૩ના શુભ દિવસે ભગવાનની કૃષ્ણા પુત્રો શામ્બ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણ કરીને મોક્ષ પદનો પામ્યા હતા. શેત્રુંજય પર્વન ઉપર સાડા ત્રણ હજાર પગથીયા ચડીને ફકત આજના ફાગણી સુદ ૧૩ના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી ત્યાંથી અજીતનાથ સ્વામી અને શાંતિનાથ સ્વામીની ડેરી એ યાત્રાઓ શાંતિ સ્ત્રોત્ર નું સ્મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીની પ્રસાદી લઇ હસ્તગીરી તીર્થ અને શિઘ્ધશીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી કેડી રસ્તે આદપુર ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યામાં ઉભા કરાયેલ પાલમાં પહોચશે. યાત્રા દરમ્યાન રસ્તામાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા મેડીકલ સહાય, કોલોનવોટર વાળા નેપકીનો, પાણીના ફુવારા, ચુસ્ત બંદોબસ્ત વિ. વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણીજીની પેઠી દ્વારા કરવામાં આવી રહેલ છે.

કુલ ૩૫ જેટાલ ડોમમાં ભાવિકો યાત્રાળુઓનું પગના અંગુઠા ઘોઇને બહુમાન કરી કુમ કુમ તિલક કરી. સિકકાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. અંદાજીત ૫૦ થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે.

શહેરમાંથી જ અંદાજીત ૩પ થી ૪૦ લકઝરી બસો પાલીતાણા યાત્રામાં જોડાશે. છેલ્લા ૩૬ વરસથી સતત એટલે કે ૧૯૮૩ની સાલથી કોઇપણ જાતના વિઘ્ન વિના દર વરસે ૪ થી પ બસોમાં જૈન તથા જૈનેતર ભાવિકોને કોઇપણ જાતના ડોનેશન મેળવ્યા વગર ફકત ટોકન ચાર્જથી યાત્રા કરાવતા જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ તથા લાખાજીરાજ મરચન્ટ એસો.ના પ્રમુખ જૈન શ્રેષ્ઠી મહેશભાઇ મહેતાનું આણંદજી કલ્યાણજી શેઠની પેઢી દ્વારા દર વરસે સન્માન કરી શાલ ઓઢાડવામાં આવે છે.

રાજકોટના ૧૪ અને ૧પ નંબરનજા બે પાલની વ્યવસ્થા વધમાન નગર સંયુકત આરાધક હોદેદારો સેવા આપે છે. જયારે ગાંધીગ્રામ જૈન યુવા મંડળના કાર્યકરો દ્વારા પણ ૮ થી ૧૦ બસોનું ટોકનદરે આયોજન થતું હોય છે.

શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રી પાલભાઇ સચિનભાઇ, સુદિપભાઇ શેઠ, અમદાવાદના જન. મેનેજર હર્ષદભાઇ મહેતા, પંચાલ સાહેબ, અશ્વીનભાઇ ડી.શાહ, મનુભાઇ શાહ વિ. જહેમત ઉઠાવી રહેલ છે.યાત્રા દરમ્યાન કુલ ૧રપ૦ નાના મોટા દહેરાસરના દર્શનનો લાભ લેવા માટે સમગ્ર દેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે.

પાલીતાણા ગાઉની યાત્રામાં જવાની વ્યવસ્થા

પાલીતાણા છ ગાઉ યાત્રા તા.૧૯મી માર્ચને મંગળવારે છે. યાત્રાળુઓને ટોકનદરથી યાત્રા માટે પોતાના નામ કુમારિકા શો‚મ, લાખાજીરાજ રોડ મહેતા ટાઇપ બિલ્ડીંગ રાજદિપ કોલ્ડ્રીંગ સામે, રાજકોટ ખાતે લખાવી આપવા મો. ૯૮૨૪૨ ૪૪૫૫૦, ૯૯૨૪૨ ૪૪૫૫૦ રાજકોટથી ઉપડતી તમામ લકઝરી બસો સોમવારે તા.૧૮ને રાત્રે ૧૦.૩૦ આસપાસ નીકળશે અને મંગળવારે રાત્રે પરત આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.