Abtak Media Google News

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખ, કિરણબેન માકડિયાની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ શહેરના આજી ડેમ ચોકડી ખાતેથી જસદણ પેટાચુંટણી અંતર્ગત ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ ફોર્મ ભર્યું હતું ત્યારે પ્રચાર-પ્રસાર અંતર્ગત રવાના થઈ હતી. આ તકે શહેરના તમામ વોર્ડમાંથી મહિલા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજાવી જસદણ તરફ પ્રસ્થાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.